SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ કઈ f ... . કેક ને , મુ . , . - કી ટકા મન પ્રતિમા પૂજન મૂર્તિ પૂજન એ અપૂર્વ કલ્યાણને સાધનારું છે' એમ સંયમી પુરૂષો શાસ્ત્રાધારે ફરમાવે છે, બીજાઓને તેને તેવું ન જણાય તે તેમાં દે તેઓની અપકવ મતિને જે સમજવું જોઈએ. શાસ્ત્રોનાં રહોને સમજવા માટે બુદ્ધિને સંયમબળે સૂક્ષ્મ બનાવવી જોઈએ, કેઈને વીજળામાં કશું દૈવત ન ભાસતું હોય, તે તે ભલે તેમ માને, પરંતુ એડીસન જેવા વિજ્ઞાનીને વીજળીમાં જો અગણિત ચમત્કારોનું ભાન થતું હોય તે તેની અવગણના થઈ શકે નહિ. એડીસનને ગાંડ કે ગપ્પીદાસ કહેનાર જ પોતાનું ગાંડપણ છતું કરે છે, તેમ હજારો વિદ્વાનને મૂર્તિનું જે રહસ્ય સૂઝયું તે તેમની વિદ્વતા અને સામર્થ્યને લાખમાં ભાગ પણ જેમનામાં નથી, તેઓને ન સૂઝયું તેટલા માત્રથી તેનું રહસ્ય નષ્ટ થઈ જતું નથી. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સંયમી પુરૂષોને જે પ્રત્યક્ષ થાય છે. એમની મૂર્તિનું સ્થાપન અને તેનું ધ્યાન-પૂજન સઘળા સંયમી પુરુષોથી કરાયેલું હોય છે, તેથી તે સત્ય છે. કેટલાક કહે છે કે – પરમેશ્વર નિરાકાર છે, તેમની મૂર્તિ કેમ હોઈ શકે ? આકારવાળાની જ મૂર્તિ હોય અને નિરાકાર ની ન હોય એમ કહેવું પણ બેઠું છે. નિરાકારની મૂતિ ન સંભવે એમ કદાચ એક વખત માની લઈએ, પણ આકારવાળાની મુતિ સંભવે છે, એ. શી રીતે સિદ્ધ થાય છે. ગાય, ભેંસ કે ઘેડાનાં ચિત્રે પણ ખરી ગાય, ભેંસ કે ઘોડાને કઈ રીતે મળતાં આવે છે ? ખરો ઘડો ત્રણ-ચાર હાથ ઊંચે અને ચાર-પાંચ હાથ લાંબે હોય છે, ત્યારે એ ચિત્રને ઘેડો. કેટલીક વાર બે ત્રણ તસુ પણ લાંબે પહેબે હોતે નથી. ખરે ઘોડો ખાંખારે છે, ઘાસ ખાય છે, પાણી પીએ છે, માણસને પોતાની પીઠ પર બેસાડી ઘણું ગાઉ સુધી લઈ જાય છે. જ્યારે ચિત્રને ઘડાથી. આમાંનું કશું બનતું નથી. ખરા ઘોડા સાથે ચિત્રના ઘોડાને સરખાવી. શકાય એવો એક પણ અંશ ભાગ્યે જ જડે છે. આકારવાળી વસ્તુની આ રીતે ખરી મૂર્તિ બનવી અશક્ય છે, તે. નિરાકારની બનવી અશક્ય હોય તેમાં કહેવું જ શું? કઈ પણ અંશમાં મળતી ન આવે, એવી મુર્તાિઓ અને ચિત્રો બનાવીને તેનું જ્ઞાન. આપવામાં આવે છે અને તે જ્ઞાન આપવા કરેલા પ્રયત્ન સફળ થત પણ જોવામાં આવે છે. તે પછી નિરાકારનું જ્ઞાન આપવા માટે તેની
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy