________________
પ્રકરણ ૧ મું
(૨૫) શ્રી જિન ભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય, (૨૬) મલધારી શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત મહાભાષ્ય વૃત્તિ (૨૭) તેઓ શ્રી એજ રચેલ પુષ્પમાલા. (૨૮) શ્રી અભયદેવ સૂરિ કૃત પંચાશક વૃત્તિ. (૨૯) શ્રી જ્ઞાતા સૂત્ર. (૩૦) શ્રી ઠાણાંગ સૂત્ર (૩૧) શ્રી રાયપણી સૂત્ર (૩૨) શ્રી જીવાભિગમ સૂત્ર (૩૩) શ્રી મહા પ્રત્યાખ્યાન સૂત્ર (૩૪) શ્રી મહાનિશીથ સૂત્ર (૩૫) શ્રી દેવસુંદર સૂરિ કૃત સામાચારી પ્રકરણ, (૩૬) શ્રી સોમસુંદર સૂરિ કૃત સમાચાર પ્રકરણ (૩૭) શ્રી જિનપતિ સૂરિ કૃત સમાચાર પ્રકરણ (૩૮) શ્રી અભયદેવ સૂરિ કૃત સામાચારી પ્રકરણ (૩૯) શ્રી જિનપ્રભ સૂરિ કૃત સમાચાર પ્રકરણ.
આ પ્રમાણે સેંકડો આચાર્ય દેવોના પ્રામાણિક ગ્રન્થના આધારે શ્રી મૂર્તિ પૂજા કરવામાં આવે છે. આમાંના ક્યા આચાર્યને “સાવદ્યાચાર્ય કહી શકાય તેમ છે ?
કદાચ કહેવામાં આવે કે પૂર્વ ધરોના વખતમાં જ્ઞાન કંઠસ્થ હતું, પણ પાછળથી પુસ્તકારૂઢ કરવામાં આવ્યું, તેથી માનવામાં શંકા રહે છે, પરંતુ આમ કહેવું તે અયથાર્થ છે, કારણ કે પુસ્તકનો સવથા અભાવ હેવાનું કયાંય પણ કહ્યું નથી. શું શ્રી હર્ષભદેવ સ્વામીએ ચલાવેલી લિપિને વિરછેદ થઈ ગયો હતો ? જો હા, તે પછી લેકના કામ શી રીતે ચાલતાં હશે ? વળી બીજું પ્રમાણ એ છે કે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પ્રભુના નિર્વાણ પછી ૯૮૦ મા વર્ષે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ સેંકડો આચાર્યોએ મળીને એક કરોડ ઉપરાંત પુસ્તકે રચ્યાં હતાં. તે વખતે આચાર્યોની પરંપરાએ ચાલતું આવેલું જ્ઞાન અવિચ્છિન્નપણે પુસ્તકોમાં યથાતથ્ય ઉતારવામાં આવ્યું હતું. તેમાંના ઘણું પુસ્તક આજે જ્ઞાન ભંડારોમાં વિદ્યમાન છે. - તે વખતે તે આચાર્યોના પ્રતિપક્ષી કેઈથયા હોય, તે તેમના તરફથી પણ તે સમયના લખેલાં પુસ્તક પ્રમાણરૂપે મોજુદ હોવાં જોઈએ. પણ તેવું કશું જણાતું નથી. તે પછી ધર્મના સ્તંભરૂપ પંડિત પર અને તેમનાં લખાણોની અવજ્ઞા કરવાથી મહાપાપના ભાગી થયા સિવાય બીજું શું ફળ મળે તેમ છે ?