SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પ્રતિમાપૂજન આ રીતે સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિ દેવ વચ્ચે રાત અને દિવસનું અંતર છે. તેને યથાર્થ રીતે સમજી સમ્યગ્દષ્ટિ અને ઉપકારી દેને વિપરીત કે સામાન્ય કટિમાં મૂકવાના પાપથી બચી જવું જોઈએ. પ્રશ્ન૬૦–કહેવાય છે કે શ્રી મહાનિશીથ સૂત્રના અમૂક પાના નષ્ટ થવાથી કેટલાક આચાર્યોએ મળી ફરીથી તે તૈયાર કર્યા છે, તે પછી તેને માનવામાં શંકા કેમ ન રહે ? ઉત્તર તે પછી બાકીનાં સૂત્ર માનવામાં પણ શંકા રાખવી જોઈએ, કેમકે તે પણ આચાર્યોનાં જ બનાવેલાં છે, પણ આ તક શ્રી જિનપૂજા નહિ માનવાની મનોવૃત્તિમાંથી જ ઉત્પન્ન થએલે છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં સ્થળે સ્થળે મૂર્તિપૂજાની પુષ્ટિ કરેલ હોવાથી, શ્રી નંદીશ્વરદ્વીપમાં આ સૂત્રની નેધ હોવા છતાં તેને અનાદર કરવા માટે આ વાતને આગળ ધરવામાં આવે છે પરંતુ શ્રી મહાનિશીથ ઉપરાંત બીજા અનેક સૂત્રમાં શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના પાઠે આવે છે, તેનું શું? શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ મહારાજે અનેક ગ્રન્થો પુસ્તકારૂઢ કર્યા તેમાંના શ્રી નદીસત્રમાં સર્વ સૂત્રોની નોંધ આપી છે. એ જ નંધમાંનું આ શ્રી મહાનિશીથ છે. શ્રી તીર્થંકર ગણધર મહારાજાની પરંપરાથી ચાલતી આવેલી પ્રણાલિકા મુજબ આ આચાર્યોએ તે સત્રનો પાછળનો ભાગ લોપ થઈ જવાથી પિતાને જેટલું મળી આવ્યું તેટલું શ્રી જિનાજ્ઞા મુજબ લખી દીધું. તેઓ આત્માથી ભવભીરૂ ગીતાર્થ હોવાથી, પોતાની મન:કલ્પનાથી એક અક્ષરની પણ નવીન રચના કરી નથી. તેઓશ્રી લખે છે કે-“શ્રી મહાનિશીથ સૂત્રના અમુક પાનાને નાશ થઈ જવાથી તે વિષે ગુરુપરંપરાથી જિનાજ્ઞાનુસાર જેટલે અધિકાર મલ્યા તેટલે અત્રે સ્થાપન કરેલ છે. અમારી બુદ્ધિથી કાંઈ પણ નવીન લેખ દાખલ કર્યા નથી. આથી સાબીત થાય છે કે જે અધિકાર ચાલ્યા જવાથી તેઓ પ્રાપ્ત ન કરી શક્યા, તે અધિકારને સર્વથા છોડી દીધે. જે તે પક્ષપાતી હોત તે યદ્રા તઢા ખરા બેટાં ગપ્પાં મારીને પુરું કેમ ન કરત? પણ શુદ્ધ અંત:કરણવાળા મહાત્માઓ એવું ઉસૂત્ર ભાષણ કદી ન કરે. પ્રાયઃ તમામ સૂત્રો ગણધરદેવોએ રયો હતાં તેટલા લોકોની સંખ્યા પ્રમાણ આજ રહ્યા નથી, આચા ને જેટલા જેટલા શ્લોક યાદ હતા તેટલા લખી લઈ બાકીના છોડી દીધાં છે, તે પછી જ્યારે શ્રી મહાનિશીથમાં શંકા ઉત્પન્ન = = =
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy