SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મુ પ્રમ ન મારવા’– એને જ જે ‘અહિંસા ભાવ માનશે, તેા સમ એકેન્દ્રિય (લેાકવ્યાપી પાંચે સ્થાવર) માં શુદ્ધ અહિંસકભાવ હોવાનુ માનવું જોઈ એ, કારણ કે તેઓ બિચારા હિંસાનું નામ નિશાન પણ સમજતા નથી. અને કોઇ પણ જીવની પીડામાં નિમિત્ત બનતા નથી તેથી તેઓ જ ખરેખરા અહિં સક સિદ્ધ થશે, અને તેએ જો અહિંસક સિદ્ધ થાય તે સૌથી પહેલી મુક્તિ પણ તે જીવાની થવી જોઇએ. પરંતુ આવુ વિપરીત બનવુ" ત્રણે કાળમાં સવિત નથી. માટે સાચી અહિ’સાની વ્યાખ્યા જીવને ન મારવાં' તેટલી જ નથી, પણ ‘વિષયકષાયરૂપ પ્રમાદના યોગે જીવને ન મારવા,” તેવુ જ નામ સાચી હિસા છે. **** શ્રી જિનપૂજામાં પ્રમાદના અધ્યવસાય નથી, પણ ભકિતના શુભ અધ્યવસાય છે અને તેથી તેને શ્રી જૈન શાસ્ત્ર મુજબ હિંસા કદી પણ કહી શકાય નહિ. આ રીતે જે પુરુષ દ્રવ્ય તથા ભાવ અહિંસાનું સ્વરૂપ જાણી અહિંસા પાળે, તે જ ખરો અહિંસક ગણાય. કેટલાક કાર્યમાં પ્રત્યક્ષ હિંસા આદિ હાવા છતાં પણ તે તે કાર્ડને તેવા તેવા પ્રસગેાએ આદરવાની આજ્ઞા સાધુ-મુનિરાજને શાસ્ત્ર ફરમાવી છે. જેમ કે (૧) શ્રીભગવતીજીમાં કહ્યું છે કે શ્રી સંઘનું કારણ આવી પડે, તા લબ્ધિવંત સાધુ તલવાર હાથમાં લઇને આકાશમાર્ગે જાય. (૨) શ્રી ઠાણાંગ સૂત્ર તથા શ્રી બૃહત કલ્પસુત્રમાં કહ્યું છે કે કાદવમાં ખૂંપેલી તથા જળમાં તણાતી સાધ્વીને બહાર કાઢે, છતાં શ્રી જિનાજ્ઞાને અતિક્રમે નહિ તથા સાધુ-સાધ્વીના પગમાં કાંટા કે ખીલો વાગે અથવા આંખમાં રજ પડે અને કાઈ કાઢનાર ન હેાય, તેા તેઓ પરસ્પર કાઢે. (૩) શ્રી સુયગડાંગસુત્રમાં કારવશાત્ આધાકમી આહાર લેતાં સાધુને દોષ ન લાગે, એમ કહ્યું છે. (૪) શ્રી આચારાંગ સુત્રમાં સાધુને નદી ઉતરવાની તથા ખાડામાં પડી જાય, તેા ઝાડની ડાળી કે લાકડુ વગેરેને પકડીને બહાર નીકળવાની આજ્ઞા છે. (૫) શ્રી ઉવવાઇ સૂત્રમાં કહ્યુ` છે કે શિષ્યની પરીક્ષા કરવા માટે ગુરૂ તેના પર ખાટા દોષ આપે. હવે જો પ્રત્યક્ષ જીવ ન મારવા તેને જ અહિ'સા કહેશે, તા પ'ચ મહાવ્રતધારી સાધુને તે ત્રિવિધ હિ ંસાનાં પચ્ચકખાણ છે, છતાં તેમને ઉપરનાં કામા કરવાનું કહ્યું છે, તેનું શું ? એમાં તમે કહે છે તેવી
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy