________________
પ્રકરણ ૧૩ મું
મહાન મન'
પરિગ્રહ એ પાંચમું પાપ સ્થાનક છે. મેહ, મમતા, તૃષ્ણા વગેરે તેના પ્રકાર છે. પરમાત્માનો મેહ-મમતા–તૃષ્ણારૂપ પરિગ્રહ તે બળીને સર્વથા નાબૂદ થઈ ગયે છે એટલે બીજાને આપે હવે આપી શકાતે નથી. તે પછી અપરિગ્રહી અને નિર્મોહી ભગવાન બીજાના કર્યા સપરિગ્રહી કે સમોહી કેવી રીતે થઈ શકવાને ? વળી શ્રી જિન પ્રતિમાની સન્મુખ દ્રવ્ય ચઢાવતી વખતે પૂજકની ભાવના કેવી હોય છે, તે પણ સમજવા યોગ્ય છે.
દ્રવ્ય ચઢાવતી વખતે પૂજક ચિંતવે કે “હે પ્રભોમારે આજની ઘડી ધન્ય છે કે, સંસાર વૃદ્ધિનાં કાર્યો પાછળ ખર્ચાતા ધનમાંથી થોડુંક પણ આપની ભકિતમાં સાર્થક કરવાની સદ્દબુદ્ધિ મને થઈ.
હે પરમ ત્યાગી પરમાત્મા ! હું જાણું છું કે આપને આ ધન કોઈ ખપનું નથી, પણ મારે આપ જેવી અપરિગ્રહ વૃત્તિને ખપ છે, એટલે હું તે આપને ધરું છું કે, જેથી મારા મનમાં કોઈ એ હક કામના ન રહે અને જો હું આ ધન અહીં આપની ભકિતમાં નથી વાપરતે, તે તેને ઉપગ એવા માર્ગે થવાનું જ છે કે, જે નિવેષથી અને નિષ્કષાયી બનવાના મારા મનોરથને ખતમ કરી દેશે. વળી આ ધન ખરેખર મારૂં નથી, પણ આપે પ્રકાશેલા ધર્મની નાની મોટી આરાધના કરતાં બંધાએલા શુભ પુણ્યના ઉદયે મને આવી મળેલું છે, એટલે “તારું તુજને અર્પણ, એ ન્યાયનું પાલન કરવા સિવાય, આ ધન આપને ધરવામાં હું કોઈ આધક પરાક્રમ કરતા નથી.
હે દેવાધિદેવ ! મારાથી તેને સ્વભાવ ભિન્ન છે. હું તો ચેતન છે, તે જડ છે. માટે તેના પરથી જેટલો મેહ ઉતરે તેટલો મારે ઉતારવા ગ્ય છે.
આવી ઉત્તમ ભાવના ભાવત-ભાવતાં પૂજક પિતાના પરિગ્રહ અને તેની મમતાને ઘટાડવા માટે પ્રમુ– ભક્તિ વગેરે ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાપરે છે. જેટલા અંશે સુકૃતમાં દ્રવ્ય વાપરવાની ઈચ્છા થાય છે, તેટલા અશે તૃણા ઓછી થાય છે. અને જેટલા અંશે ધન સંચય કરવાની ઈચ્છા કરી, તેટલા અંશે પરિચડ અને લેભમાં વૃદ્ધિ થાય છે. એટલે દાન, ભેગ અને નાશ એ ત્રણ પૈકી ગમે તે એક માર્ગે જનારા દ્રવ્યને દાનના માર્ગે વાળવું-વાપરવું તે સર્વ વિવેકી જનનું કર્તવ્ય ગણાયું છે. આ દાનથી જ પરિગ્રહ-લાલસા કપાય છે. વસ્તુ એ માણસને મારનારી નથી, પણ તેની મમતા છે. મુનિવર્યો પણ સંયમના નિર્વાહ અથે વસ્ત્ર, પાત્ર,
-
-
-
- *
* * *
*
- N,* અ*
*