SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રતિમા પૂજન ભિખારી સમજવાની ભૂલ કરે, તે તે સલામ ન જ કરે અને કદાચ કરે, તા મશ્કરીના રૂપમાં જ હાય, સાચા અર્થમાં નહિ. તેમ જેએ શ્રી જિન મૂર્તિને શ્રી જિનરાજ તુલ્ય સમજીને પ્રણામ કરવાને બદલે આ તા પાષાણ કે અન્ય પદાથ ની માત્ર કલાકૃતિ છે, એવુ સમજવાની ભયંકર ભૂલ કરી અસે છે, તેઓના નમસ્કાર પણ બનાવટી પ્રકારના હેાય છે. માટે તેવા માણસાને ફળ પણ તેવું જ મળે છે અને તેના માટે જવાબદાર તેમની વિપરીત મતિ જ હોય છે. #_122vQ બાકી શ્રી તી કરદેવા જન્મથી માંડી, નિર્વાણ પ ત પૂજનીય અને વંદનીય જ છે. કારણ કે નિંદનીય વસ્તુના ચારે નિક્ષેપા જેમ નિદનીય હાય છે, તેમ પૂજનીય વસ્તુના ચારે નિક્ષેષા પૂજનીય હોય છે. વ્ય નિક્ષેપાથી પ્રથમ જન્માવસ્થાનું આરોપણ કરી, જેમ ઇન્દ્રાદિ દેવે એ સ્નાન કરાવ્યું, તેમ પ્રમુજીને જળષી સ્નાન કરાવી એવી ભાવના ધારણ કરવાની છે કે – હે પ્રમે ! જેમ જળ પ્રક્ષાલનથી શરીરને મેલ દૂર થાય છે અને બાહ્ય તાપને નાશ થાય છે, તેમ ભાવરૂપ ચિ જળથી મારા આત્મા સાથે રહેલ કમળ નાશ પામે ! અને વિષય – કષાયના તાપ ઉપશમા !' યૌવનાવસ્થા કે રાજ્યાવસ્થાનું આરોપણ કરી, વસ્ત્ર- આભૂષાદિ પહેરાવવામાં આવે છે, ત્યારે ચિતવવું કે – “અહે। પ્રભુ ! આપને ધન્ય છે કે, આ પ્રમાણે વસ્ત્રાભૂષગુ, રાજ્યપાટ છેડી, સંયમ ગ્રહણ કરી, અનેક ભવ્ય જાતે આપે તાર્યા. હું પણ મારી અલ્પ ઋદ્ધિ અને પરિગ્રહને છેડી એવા કયારે થઈશ ?” a - એ પ્રમાણે કેસર, ચંદન, નૈવેદ્યાદિ ચઢાવી સર્વે ઠેકાણે જુદી – જુદી ભાવના ભાવવામાં આવે છે અને કેવળી-અવસ્થાનુ આરેાપણ કરી, નમસ્કાર-સ્તુતિ વગેરે કરવામાં આવે છે. શ્રી અરિહં તદેવ ગૃહસ્થાવાસમાંવ સ્રા ભૂષણના ભેગી જણાવા છતાં તે અવસ્થામાં પણ મનથી તેા ત્યાગી જ હાય છે. તેઓશ્રીનુ આત્મ દ્રવ્ય જ એવી વિશિષ્ટ કોટિનું હોય છે કે કાઈ ભૌતિક પદાર્થ ચરમ ભવમાં તેઓશ્રીને મુદ્દલ આકર્ષી શક્તા નથી. પરંતુ તીર્થંકર પદવીનું નિકાચિત પુણ્ય ઉપાર્જન કરીને આવેલા હોવાથી, પ્રાતિહાર્યાદિ બાહ્ય ઋદ્ધિ વણમાંગી આવીને હાજર થાય છે અને તેને અલિપ્તપણે - નિલે પપણે જળકમળવત્ તેઓશ્રી ભાગવે છે, પણ તેઓશ્રી રાગ – દ્વેષ રહિત શુદ્ધ ભાવમાં વતા હાવાથી, નવા ક'ખ'ધ થતા નથી. -
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy