SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ *--** - મનડાનક ' પ્રકરણ-૧૩ મું તેની પ્રાપ્તિથી હર્ષ! તેમજ કેઈ દુષ્ટ માણસ ગાળે તથા કષ્ટ દે ત્યારે ક્રોધ અને સન્માન દે, તે આનંદ ! વગેરે પ્રકારે રાગ-દ્વેષ તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાં વળી કારણ કે આલંબનવિના જ સમતા ભાવ પેદા કરવાની વાત કરવી, એ પરસ્પર વિરોધી વાત જ ગણાય. નિમત્તે શેક અને નિમિત્ત હર્ષ, એવી હાલક–ડેલક સ્થિતિ છદ્મસ્થમાત્રની હોય છે. એ હકીકતને પુરવારકરવા માટે કેઈપ્રમાણની જરૂર નથી, પણ છદ્મસ્થતા એ જ તેનું પ્રમાણ છે. જેને સર્વથા વિલય શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા આદિ ચારે નિક્ષેપાની સાચી ભક્તિથી કાળક્રમે થાય છે. “મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂં ધન, મારે પુત્ર, મારે નોકર–વગેરે મારૂં-તારું કરવાને સ્વભાવ જેને નિમૂળ થયે નથી. તેને સમાન દષ્ટિવાળી શી રીતે કહેવાય? જેઓ સંપત્તિ તથા વિપત્તિમાં, શત્રુ કે મિત્રમાં, સુવર્ણ કે પત્થરમાં, સ્ત્રીઓ માં કે તૃણસમૂહમાં, કાંઈ પણ ભાવ રાખતા નથી, તેઓ જ ખરેખરા સમભાવશાળી, આત્મજ્ઞાની અને ઉચ્ચ દરજે ચઢેલા છે. મોટા ભાગની દુનિયા, દુનિયાદારીની ખટપટમાં ફસાએલી છે, તેઓએ પોતે આ ધ્યાત્મિક હોવાનો દેખાવ કરવો અને પિતાની કક્ષાને ઉચિત કાર્યને આદર ન કરે, એ બરાબર નથી. યેગ્યતા વિના મિથ્યાભિમાન રાખવાથી કાંઈ પણ સ્વાર્થ સિદ્ધ થઈ શકતું નથી. ઈન્દ્રિ અને મનને અંકુશમાં લાવ્યો સિવાય, નિરાલંબનું ધ્યાની વાતે કરવી તે બીજ વાવ્યા વિના જ મબલખ પાક લણવાની ઈરછા કરવા જેવી નિપ્રાણ વાત છે. - - જ- જા - - - -
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy