________________
પ્રતિમા–પૂજન
:
-
* ન
મન એ
ઉત્તર – મનુષ્યના મનમાં એ તાકાત નથી કે તે નિરાકારનું ધ્યાન કરી શકે. ઈન્દ્રિયેથી ગ્રહણ થઈ શકે, તેટલીજ વસ્તુઓને વિચાર મન કરી શકે છે. તે સિવાયની વસ્તુઓની કલ્પના પણ મનને આવી શકતી નથી.
જેટલા રંગ જોવામાં આવે, જે-જે વસ્તુને સ્વાદ લેવામાં આવે, જેને–જેનો સ્પર્શ કરવામાં આવે કે ગંધ સુંઘવામાં આવે અગર જે શબ્દોનું શ્રવણ કરવામાં આવે, તેટલા જ વિચાર મન કરી શકે છે, તે સિવાયના રંગ, રૂપ કે ગંધ વગેરેનું ધ્યાન, સમરણ કે કલ્પના કરવી, તે પણ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
કેઈએ “પુનમચંદ નામના માણસનું ફક્ત નામ સાંભળ્યું હોય, પણ તેને નજરે દીઠો નથી, તેમજ તેની છબી પણ દેખી નથી, તે શું તે નામ માત્રથી ‘પુનમચંદ’ નામના માણસનું ધ્યાન થઈ શકવાનું હતું ? નહિ જ. તેમ ભગવાનને પણ સાક્ષાત્ અથવા તેમની મૂતિ દ્વારા જેમણે જોયા નથી, તેઓ તેમનું ધ્યાન કેવી રીતે કરી શકવાના હતા ? જ્યારે જયારે ધ્યાન કરવું હશે, ત્યારે ત્યારે કોઈને કઈ વસ્તુ ષ્ટિ સન્મુખ રાખવી જ પડશે.
ભગવાનને તિ સ્વરૂપ માની, તેમનું ધ્યાન કરનાર, તે તિને શુકલ, શ્યામ વગેરે કઈને કઈ વર્ણવાળી માનીને જ તેનું ધ્યાન કરી શકશે, સિદ્ધ ભગવંતમાં એવું કોઈ પણ પૌગલિક રૂપ છે નહિ, સિદ્ધોનું રૂપ અપીગલિક છે. જેને સર્વજ્ઞ, કેવળજ્ઞાની ભગત સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં શ્રી સિદ્ધ ભગવંતની લાલ વર્ણ તરીકે કલ્પના કરવામાં આવે છે, તે કેવળ ધ્યાનની સગવડતા માટે છે, પરંતુ વાસ્તવિક નથી. નિરાકાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન અતિશયજ્ઞાની સિવાય બીજા કેઈ કરવાને સમર્થનથી. * કઈ કહેશે કે, “અમે મનમાં માનસિક મૂર્તિને કલ્પીને સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરીશું, પરંતુ પત્થરની જડ મૂર્તિને નહિ માનીએ ! તે તેઓનું આ કથન પણ યથાર્થ વિચાર વગરનું જ છે. કારણ કે તેઓને પૂછવામાં આવે કે, તમારી માનસિક મૂર્તિને રંગ કે છે? લાલ, કાળા કે સફેદ ? તે તેઓ શું જવાબ આપશે ? જે કહેશે કે, તેને રૂપ નથી, રંગ નથી કે વર્ણ નથી. માટે તેને કેવી રીતે બતાવી