________________
સાચોર તીર્થનો પરિચય
આજનારાજસ્થાન પ્રદેશના ઇતિહાસનિર્માણમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્વપૂર્ણ છે. આ સંસ્કૃતિએ | અહિંના રાજનૈતિક, સાસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિકજીવન ઉપર અમીટપ્રભાવ પાડેલો છે. રાજસ્થાન વીર ભૂમિ છે. અહીંના વીરોએ દેશ અને માતૃભૂમિ માટે બલિદાન થઈ જવામાં પોતાનું ગૌરવ માનવું છે. મુસ્લિમ શાસનના વખતમાં પણ મુસલમાનોનો સામનો કરવામાં રાજસ્થાન સહુથી આગળ રહ્યો છે. અહીંની ધરતી મહારાણા પ્રતાપની ગૌરવ ગાથાથી અલંકૃત છે. મહારાણા સાંગાના શૌર્ય, પરાક્રમ અને બહાદુરીથી આ ધરતીનું મસ્તકખુનથી રંગાયેલું છે. અહીંનાહર હર મહાદેવકરતાંવીરોની વીરતાદુનિયામાં જગ જાહેર છે. પણ વીર ભૂમિની સાથે સાથે રાજસ્થાન કર્મભૂમિ પણ છે, ધર્મ-ભૂમિ પણ છે. અહીંના વીરપુત્રોએ માતૃભૂમિ માટે પ્રાણોની આહુતિ આપી તો અહીંના વણિક સમાજે જૈન ધર્મ અને સંસ્કૃતિ માટે એટલુજ બલિદાન આપ્યું એક બાજુચિતોડગઢ, રણથમ્ભોર, આમેર, જોધપુર અને જાલોરના દુર્ગ જોઇને ભુજાઓફડફડે છે તો બીજીબાજુરાણકપુરનુંશિલ્પકલાયુક્તદેરાસર, આબુજીનાનકશીદારદેરાસર, જેસલમેરનો જ્ઞાન ભંડાર જોઇને આપણે ને આપણા ભાગ્યની સરાહના કરવાનું મન થઇ જાય છે.
ભગવાન મહાવીરના જીવનકાલમાં રાજસ્થાનમાં જૈન ધર્મના પ્રચાર અને પ્રસારનું જ્ઞાન જૈન સાહિત્યમાં જોવા મળે છે. ભગવાન મહાવીરનામામાએવમલિચ્છવી ગણતંત્રના પ્રમુખચેટકનીજયેષ્ઠ પુત્રીપ્રભાવતીના સિંધુ સોવીરના શાસક ઉદાયન સાથે લગ્ન થયા હતા ઉદાયન જૈન ધર્મને માનવવાલા થઈ ગયા હતા. અને ભગવતી સૂત્ર અનુસાર ઉદાયને પોતાના ભાણેજ કેશીને રાજ્ય આપી છેલ્લા સમયે શ્રમણ દીક્ષા લઇ લીધી હતી. અને સિધુ સોવીર પ્રદેશમાં જેસલમેર અને કચ્છ (ગુજરાત) નો ભાગ આવે છે. સાચોર તીર્થ પણ તે વખતે ગુજરાતનો પ્રમુખ તીર્થ ગણાતો હતો. ભગવાન મહાવીરના સમયે મગધ, ચમ્પા. પૃષ્ઠચપ્પા, બિહાર અને તેની આસપાસના ઉત્તરપ્રદેશમાં જૈનોની વસ્તી વિપુલહતી. પુષ્યમિત્રના ધમધ આક્રમણથી જૈનો અને બૌધ્ધોને આ પ્રદેશમાં ઘણું સહન કરવું પડ્યું હતું. તે પછી શંકરાચાર્યના સમયે જૈનોએ સ્થલાંતર કર્યું હોય એમ પણ લાગે છે. વસ્તુતઃ રાજક્રાંતિઓ અને બીજા પરિવર્તનોની સાથે જ જૈન મહાજનો સ્થલાંતર કરતા મથુરા આદિ પ્રદેશોમાં ફેલાઈ ગયા તે પછી ધીમે ધીમે મારવાડ, મેવાડ, મેવાત અને માલવામાં આવી સ્થિર થઇ ગયા.
મારવાડ, મેવાડ, મેવાતનામોથી પ્રસિદ્ધપ્રદેશોનો આજે રાજસ્થાનમાં સમાવેશ થઇ ગયો છે. મારવાડ ઇતિહાસમાં મરુસ્થલઅથવા મરુભૂમિનામથી જગવિખ્યાત હતો.આજના ઉદયપુરના ભાગને માડનામથી ઓળખતા હતા. જ્યારે સાચોર (સત્યપુર), ભીનમાલ (શ્રીમાલ), આબુનો પ્રદેશ ગુજરાતમાં ગણાતો હતો. સાચોર પ્રથમ શ્રેણીનું તીર્થ સ્થાન હતું.
મારવાડની જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાચોર નામનું એક ગામ સરસ્વતી નદીના કિનારા પર આવેલું છે. આ નદીના કિનારા ઉપર બેસીને મુનિઓ અને કવિઓએ વેદોની રચનાઓ અને બીજા ગ્રંથો લખેલા છે. આ ગામનું મૂળ સંસ્કૃત નામ સત્યપુરી છે. એનુંજ પ્રાકૃત નામ સચ્ચઉર થઇને અપભ્રંશ રૂપાંતર સાચોર બન્યું છે. જ્યારે એક બીજા મત પ્રમાણે એમ કહે છે કે એક સાધુએ આ ગામનું નામ સત્યપુરથી બદલીને સાચોર રાખેલું.
જૈન ઇતિહાસમાં સાચોર તીર્થનું અયન મહત્વનું સ્થાન છે. શંત્રુજ્ય મહાતીર્થ જેવું ગૌરવ અને પ્રસિદ્ધિ