________________
સાથી પ્ર. ગૃહસ્થના મિત્ર કોણ ? જ. સ્ત્રી. પ્ર. રોગીના મિત્રના કોણ ? જ. વૈદ્ય. પ્ર. મરનારનામિત્રકોણ ? જ. કરેલું દાનપુન્ય. પ્ર. ધર્મ-યશ-સ્વર્ગને સુખનો આધાર શાના ઉપર છે ? જ. દયા-દાન-સત્ય અને સુચારિત્રથી. પ્ર. આ લોકમાં કયો ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે ? જ. અહિંસા પરમો ધર્મ પ્ર. કઇ વસ્તુને રોકવાથી શોક થતો નથી ? જ. મનને પ્ર. કોની સાથે કરેલ મૈત્રી જીંદગી પર્યંત ટકે છે જ. સજ્જનોની મૈત્રી. પ્ર. શું છોડવાથી મનુષ્ય સર્વને પ્રિય-શોક રહિત-ધનવાન અને પરમસુખી થાય? જ.અભિમાન-ક્રોધ-ઇચ્છા અને લોભ. પ્ર. સ્થિરતા-ધીરતા,-સ્નાન અને દાન કોણે કહેવાય ? જ.સ્વધર્મમાં સ્થિર રહેવું તે, ઇન્દ્રિયોને રોકવી તે ધીરતા, મનની મલિનતા દૂર કરવી તે સ્નાન અને સર્વજીવોની રક્ષા કરવી તે દાન પ્ર.પ્રિય બોલવાનું-વિચારપૂર્વક કાર્ય કરવાનું-ઘણાં સાથે મૈત્રી રાખવાનું પોતપોતાના ધર્મમાં જોડાઇ રહેવાનું શું ફળ ? જ. સર્વને વહાલો થાય, સર્વત્ર લાભ ને વિજય મળે, સુખથી રહે, ઉત્તમગતિ પ્રાપ્ત કરે યક્ષે પ્રસન્ન થઈ ચારે ભાઇને સાજા કર્યા અને પાણી પીવા દીધું.
માનમાયા-લબ્ધિધારી હિંસક પશુઓને પણ બોધ દેનાર ધર્મદત્ત મુનિવર પિતાએ કરેલ પ્રશસા સાંભળી માનમાયા કરવાથી વેશ્યાપુત્રી થયા. રાણીથી ધર્મ પામી સંયમ પાળી પાંચમે સ્વર્ગે ત્યાંથી સ્ત્રી થઈ સંયમ લઇ આઠમે સ્વર્ગે ત્યાંથી સ્ત્રી થઈ મોક્ષે ગયા.
દાન-ભોજ રાજની સભા પાસેના વડ ઉપરથી પોપટ ચાર વાર નટ બોલ્યો પંડિતોને પુછતાં કોઇ જવાબ દઈ ન શકયું એક વિધાન કુટુંબે જવાબ દીધો.
કુભોજ્યેન દિનં નં, ભાર્યા નટાં કુશીલીની ।
કુપુત્રેણં કુલ નણં, તનુષ્ટ યન્ન દીયતે ।।
મૃદંગ બોધ-મૃદંગ શું કહે છે ? રાજાના પુછવાથી માધ સાથે પરદેશી ગરીબ પંડિત હાથી પર બેસી આવ્યો ને કહ્યું-તદ્ ગતંગતમ્ રાજા કહે બરાબર છે.ગતં સંભળાય છે. શાંન, વાર્ધકયે યશવર્ધન; પ્રાપ્ત ધનં ચ પુણ્યાર્થ, ન દત્ત તદ્ ગતં ગતં. રાજાએ હજાર સોનૈયા પંડીતને દાન દીધું.
સીતાજી કલંક કેમ આવ્યું ? કુંટપુરમાં શ્રીભૂતિ પુરોહિત પુત્રી વેગવતીએ ઉદ્યાનમાં લોકોથી પૂજાતા તપસ્વી મુનિને જોઈ ઈર્ષ્યાથી ખોટું કલંક આપેલ કે સ્ત્રી સાથે રમતાં મેં જોયા છે મુનિએ આહાર ત્યાગ કરતાં શાસનદેવીએ વેગવતીને મહા પીડા કરી સાચુ બોલાવી ખમાવ્યા પછી તે દીક્ષા લઈ સૌધર્મ દેવી થઈ પછી જનક પુત્રી કનકકૃપા સંગ્રહ
૫૯૫