________________
લીવરપુલની જનતા વૃષ્ટિ માટે પ્રભુ પ્રાર્થના કરવા છત્રી વગર ગઈ, છત્રી લાવનાર છોકરો પૂછવાથી કહેવા લાગ્યો કે તમે પહેલેથી ખાત્રી રાખી લાગે છે કે આવી પ્રાર્થનાથી કંઈ વળવાનું નથી ? શ્રદ્ધા નથી જ ને ?
← પૂજામાં ચાર ડંડા-બાવાએ મુર્ખ ભરવાડને જંગલમાં પત્થર રાખી ચાર ડંડા મારવા. એમ પૂજા થાય કહેતા તે શ્રદ્ધાથી કરવા લાગ્યો ને પૂજા ફળી.
સંપ
સંપ ઉપર પાંચ આંગળીની કથા.
ગાંભુ ગયુંને ગાભા રહ્યા. સંપ વગરના દરજીઓ ગાંભુનો ગરાસ લેવા ગજ કાતરાદિ લઈને ગયા પણ મરવાની બીકે રાત્રે આગળના પાછળ જતાં સાત ગાઉ દૂર રહ્યા. ને છેવટ નસીબમાં ગાભાજ રહ્યા.
દાંતને જીભનો કલેશ. સંપથી સહુ સુખી.
સંપેલા છોકરાઓએ મેતાજીની અગાસીમાં ઉંટ ચડાવ્યો. નદીકિનારે મકાન હતું. મેતાજી બાજુને ગામ ગયા હતા. તોફાનીઓએ રાત્રે નદીમાંથી રેતીના ઢગ મકાન પાસે ઢાળ જેવા કરી ઉપર ઉંટ ચઢાવી રેતી નદીમાં નાખી. મોડી રાત્રે માસ્તર ગભરાયા કે ઉપર ભૂત છે. દોડાદોડ કરે છે. ગામ લોક ભેગા થયા પણ ઉંટ ઉતારવા કોઈની અક્કલ કામ ન કરે પછી તે છોકરાઓ એ જ પૂર્વવત્ કરી ઉંટ ઉતાર્યો. ચિત્રગુપ્તની અવગણનાથી કબુતરો ઝાળમાં સપડાયા, ને ઐક્યતાથી જાળ સાથે
ઉડતાં બચ્યાં.
ડોસો, (૪ ચાર પુત્રો, ભારો, છુટો થતા નાશ, માટે સંપીને રહેવું.
← મોટા પણ એકે બહુ સાથે વાદ ન કરવો. ટીટોડાએ સર્વપક્ષીની સહાયથી સમુદ્રને હરાવી ઈંડા પાછા મેળવ્યા.
કોણ કરે એ કામને જે મજીયારૂં હોય, સાઠ નિશાળીયે ઉંચકી મેતાજીની સોય. મેતાએ શાળામાં કીધું સોય જીવે છે. છોકરા બજારે ઉપાડ્યા સોય લીધી, પણ ઘેર આપવા જવામાં તું જા તું જા વાદ થતાં લાંબા મોભમાં ખોસી બધાએ ઉપાડી.
કુસંપના ફળ-૩૨ જણના કુટુંબમાં દુધપાક પુરીનું જમણ કુતરા ખાઈ ગયા. કારણ બહારગામથી આવેલ એકે ડખો નાખ્યો. છેવટે લડીને ખીચડી કઢી કરી ખાધી.
કુસંપ-સંપ-નાતમાં ઈર્ષાથી નવ નવડા એક પર એક ચઢ્યા તો સરવાળે ૮+૧=૯
કનકકૃપા સંગ્રહ
૫૧૩