________________
જેના પગમાં ધ્વજા હોય તે જગત્માં યશસ્વી થાય અને પ્રખ્યાતિ પામે. જેના પગમાં છત્રનું નિશાન હોય તે છત્રપતિ રાજા થાય અને અમલદારી પ્રાપ્ત કરે. જેના પગમાં ધનુષ્યનો આકાર હોય તે હંમેશાં બીજાની સાથે લડાઇઓ કર્યા કરે અને જેના પગમાં સર્પનું ચિહ્ન હોય તેનું મૃત્યુ ઝેરથી થાય.
(૫૬) જેના પગમાં સ્વસ્તિકનું ચિહ્ન હોયતે સંસારનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે, ધર્માચાર્ય બને અને દુનિયાનો ધર્મનું શિક્ષણ આપે. જેના પગમાં હળ, વજ્ર અથવા કમળનું ચિહ્ન હોય તે રાજા અથવા નિગ્રંથ મુનિ થાય. જેના પગમાં ચક્રનું નિશાન હોય તે ભાગ્યશાળી થાય અને કાયમ તંદુરસ્ત તથા લક્ષ્મીવાન રહે.
સ્ત્રીઓનાં લક્ષણ વિષે કંઇક વિશેષ
(૧) જેવી રીતે પુરુષોનાં જમણાં અંગનાં લક્ષણો શુભ અને લાભદાયક નીવડે છે તેવી રીતે સ્ત્રીઓનાં ડાબા અંગના લક્ષણો લાભદાયક હોય છે.
(૨) જે સ્ત્રીનું મુખ ગોળ હોય અને ખૂબસૂરત હોય અને મસ્તકના કેશ લાંબા હોય તે પદ્મિનીનાં લક્ષણો જાણવાં. જે સ્ત્રીના શરીર ઉપર કેશ જુજ હોય તેની પાસે લક્ષ્મી કાયમનો વાસ કરીને રહે છે. પાતળા હૃદયવાળી સ્ત્રી હંમેશાં ખાનપાનમાં સુખી રહે અને દિલની ઉદાર હોય.
(૩) જે સ્ત્રીનું લલાટ-કપાળ ન્હાનું હોય તે ઠીક નથી. મ્હોટા લલાટવાળી સ્ત્રી સદા એશઆરામ ભોગવે. જેના લલાટમાં ડાબી તરફ ન્હાનો તલ હોય તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે. બહુ લાંબી અને બહુ ઠીંગણી સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનો અનાદર કરે-પતિની આજ્ઞા માને નહીં..
(૪) જે સ્ત્રીનું નાક ન્હાનું અને ખૂબસુરત હોય તે સુખપૂર્વક જિંદગી વ્યતિત કરે. જેની આંખો માંજરી હોય તે આથમતલબી-સ્વાર્થી હોય. જે સ્ત્રીના શરીર ઉપર કેશરૂંવાટા થોડા હોય, નિદ્રા અલ્પ હોય; પરસેવો પણ બહુ જ અલ્પ હોય તે શ્રેષ્ઠ ગણાય છે; કારણ કે એ પદ્મિની સ્રીનાં લક્ષણો છે.
(૫) જે સ્ત્રીના હસ્તમાં ચક્ર, ધ્વજા, છત્ર, ચામર તોરણ અંકુશ, કુંડલ, હાથી, ધોડા, રથ, જવ, પર્વત, માછલી, મહેલ, કલશ, પદ્મ, તલવાર, કમલ અને ફૂલમાળા વગેરે ચિહ્ન હોય તે લક્ષ્મીવતી થાય, સુખચેનનો ઉપભોગ કરે અને જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે.
(૬) જે સ્ત્રીના હોઠ પાતળા અને લાલ હોય તે હંમેશા સુખ પ્રાપ્ત કરે, જે સ્ત્રીનો નાભિપ્રદેશ ઊંડો અને ગંભીર હોય તેની પાસે લક્ષ્મી સર્વદા વાસ કરીને રહે છે. હસવાથી જે સ્ત્રીના ગાલમાં ખાડા પડતા હોય તે ખુશમિજાજ અને પતિ સાથે સ્નેહ રાખનાર હોય.
કનકકૃપા સંગ્રહ
૪૪૯