________________
ચમકદાર હોય તે ભાગ્યશાળી અને સુખચેન ભોગવવાવાળો થાય. જેના શરીરનો રંગ પરવાળાં અથવા ચંપાના ફુલ જેવો હોય તે ઈલકાબમંદ થાય.
(૪૦) જે મનુષ્યોની કુદરતી અવાજ સારસ, કોકિલ, ચક્રવાક, કૌંચ, હંસ, વીણા અને સારંગીના જેવો મીઠો હોય તો તે સુખી થાય અને એશઆરામ ભોગવે. જેનો કુદરતી અવાજ મેઘગર્જના જેવો અથવા હાથીના અવાજ જેવો ગંભીર હોય તે મહાન ભાગ્યશાળી થાય. મધુર અને ગંભીર અવાજવાળો પુરુષ જ્યાં જાય ત્યાં યશ પ્રાપ્ત કરે એને મોજમજા ઉડાવે છે.
(૪૧) જે મનુષ્યની ચાલ હંસ, હાથી, સિંહ અથવા વૃષભની માફક સુંદર હોય તે સર્વત્ર યશ મેળવે છે.
(૪૨) જેના શરીરમાં પિત્ત પ્રકૃતિનું જોર વધારે હોય તે (ચાહે પુરુષ હોય અથવા સ્ત્રી હોય તે) બુદ્ધિમાન, ધર્મવાન અને જ્ઞાની થાય.
(૪૩) તીર્થંકર અને ચક્રવર્તીના શરીરમાં ૧૦૦૮ લક્ષણ હોય છે. વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવના શરીરમાં ૧૦૮ લક્ષણ હોય છે. જયારે તેથી પણ ઉતરતા દરજ્જાવાળાઓના શરીરમાં ૩૨ લક્ષણ હોય છે.
(૪૪) જેના હાથમાં ત્રાજવાનું ચિહ્ન હોય તે પરદેશની મુસાફરી કરે અને લક્ષ્મી સંપાદન કરે. જેના હાથમાં અષ્ટકોણનો આકાર હોય તે લક્ષ્મીવંત અને ભાગ્યશાળી થાય.
(૪૫) જેના હાથમાં કંડલનું નિશાન હોય તે ધનવાન થાય. જેના હાથમાં દેવમંદિરનું નિશાન હોય તે દેવમંદિરો નિર્માણ કરાવે, ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે અને તીર્થસ્થાન ઉપર દેવમૂર્તિની પ્રતિષ્ઠા કરાવે.
(૪૬) જેના હાથમાં સર્પનું નિશાન હોયતે તામસ પ્રકૃતિવાળો હોય, પરંતુ તેની પાસે લક્ષ્મી કાયમ રહે.
(૪૭) અંગુંઠા અને આંગળીઓની ઉપર જે ત્રણ ત્રણ વેઢાઓ આવે છે, તે વેઢાઓ ઉપર જે કાપા પડેલા હોય છે. જેનાથી કુદરતી જવનો આકાર પણ બની જાય છે.) તે દશથી ઓછા હોય તો ઠીક નહીં. બાર હોય તો લક્ષ્મીવાન થાય, પંદર હોયતો હોટો ધનિક થાય અને અઢાર, વીશ કે પચ્ચીશ હોય તો જ્ઞાની ઉપરાંત સુખી પણ થાય છે.
(૪૮) જે મનુષ્યના હાથ ઉપર થોડા થોડા વાળ ઉગેલા હોય તો તે એશઆરામ ભોગવે. સ્ત્રીઓના હાથ ઉપર વાળ ઉગેલા હોય તો તે ઠીક નથી. જેના હાથની નસો દેખાતી ન હોય અને માંસવડે પુષ્ટ હોય તે મનુષ્ય એશ-આરામ ભોગવે છે. જેના હાથનો અંગૂઠો પ્રમાણ કરતાં ન્હાનો હોય તે ઠીક નથી. અંગૂઠાનો પહેલો વેઢો લાંબો હોય તે
કનકકૃપા સંગ્રહ