________________
સહન કરવાના યોગો ટુંક સમયમાં આવે.
(૨૪) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ નવી જાતનો સીકો દેખાય તો માણસ પૈસેટકે હેરાન થાય એમ માનવામાં આવે છે.
(૨૨૫) કોઈ માણસને સ્વપ્નમાં સડકો કે માર્ગો દેખાય તો ઝગડો, ઉપાધિઓ તથા મુશ્કેલીઓનો મોટો ઢગલો માથા ઉપર થાય.
(૨૬) કોઈ માણસને સ્વપ્નમાં કંપાઉન્ડની કે કોટની દીવાલ દેખાય તો તે માણસની કાર્યસિધ્ધિ થાય તથા તે માણસને ધનલાભ થાય એમ માનવામાં આવે છે.
(૨૨૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં રત્ન, આભૂષણ વગેરે દેખાય અથવા ધારણ કરેલી કોઈ સ્ત્રી દેખાય તો સુખશાંતિમાં વધારો કરનારું જણાય.
- (૨૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં ભૂંડ અથવા ડુક્કર હેરાન કરતું દેખાય તો તેથી આપણને શુભ ફળ મળે.
(ર૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં નાનું પરું કે ગામડું દેખાય તો ઈજ્જતઆબરૂમાં વધારો થાય તથા પૈસેટકે સુખી થાય એમ માનવામાં આવે છે.
(૨૩૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં પારધી દેખાય તો તે શુભ ગણાય તથા આબરૂ વધારનાર જાણવું અને તેનાથી લાભ થાય છે.
(૨૩૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ખેદ થતો દેખાય તો તે શુભ ગણાય તથા આબરૂમાં વધારો થાય. . (૨૩૨) કોઈ પણ માણસને પોતે કપડાં ધોતો નજરે પડે તો શાંતિ મળે સુખશાંતિમાં વધારો થાય તથા ધનલાભ ખૂબ વધે એમ માનવામાં આવે છે. - (૨૩૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં વરઘોડો, સરઘસ વગેરે દેખાય તો ખોટું, ખર્ચ, મુશ્કેલી તથા ચિંતા થાય. | (૨૩૪) કોઈ પણ માણસને સ્વપ્નમાં ચાબખો અથવા સોટી દેખાય તો તે માણસને પત્નીથી કકળાટ, ચિંતા તથા ઉગ થાય છે.
(૨૩૫) કોઈ પણ માણસને સ્વપ્નમાં લોઢું અથવા કલાઈ જેવા મળે તો ધન વ્યય તથા ઘણી મુશીબત આવે છે એમ માનવામાં આવે છે.
(૨૩૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતાના શત્રુ દેખાય તો સ્વપ્ન કાર્યનો નાશ કરનારું જાણવું.
(૨૩૭) કોઈ પણ માણસને સ્વપ્નમાં એમ દેખાય કે મુખ ઉપરથી વાળ ખરી
ઉપર
કનકકથા સંગ્રહ