SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર - (૧) અપ્રતિલેખિત - દુષ્કૃતિલેખિત શય્યાસંસ્તારક - વસતિ અથવા સંથારાનું પ્રતિલેખન ન કરવું અથવા વિધિસર ન કરવું. (૨) અપ્રમાર્જિત - દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક - વસતિ અને સંથારાને પૂંજવો નહિ અથવા અવિધિપૂર્વક પૂંજવો. (૩) અપ્રતિ લેખિત - દુષ્પ્રતિ લેખિત સ્થણ્ડિલ ભૂમિ - લઘુ-નીતિ અને મોટી-નીતિની જગ્યાને જોવી અથવા અવિધિથી જોવી. (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત સ્થણ્ડિલ ભૂમિ - સ્થણ્ડિલ ભૂમિને પૂંજવી નહિ અથવા અવિધિસર પૂંજવી. (૫) સમ્યગ્ અનનુપાલન પૌષધમાં પારણું કરવાની ચિંતા, વિકથા વગેરે કરવી. કરણી – સાગરચંદ્ર, આનંદ, કામદેવ, રાજા ચંદ્રાવતંસક, સુદર્શન શેઠ આદિનાં ઉદાહરણોથી આ વ્રતને પર્વના દિવસોમાં જરૂર સફળ કરવું. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત સ્વરૂપ- દિવસ-રાતના પૌષધના પારણે સાધુ ભગવંતોને જે જે આહાર-પાણી વહોરાવે તે તે ચીજોથી શ્રાવકે પારણું કરવું. દાનના નીચેના દૂષણોનો ત્યાગ કરો અને ભૂષણોને (ગુણોને) અપનાવો. દાનનાં પાંચ " દૂષણ - ૧. અનાદર, ૨. વિલંબ, ૩. વિમુખતા, ૪. મૌન અથવા અપ્રિય વચન તથા ૫. પશ્ચાતાપ. આ પાંચ દાનનાં દૂષણ છે. દાનનાં પાંચ ભૂષણ - ૧. આનંદના આંસુ, ૨. રોમાંચ, ૩. બહુમાન, ૪. પ્રિય વચન અને ૫. અનુમોદન. આ પાંચ દાનનાં ભૂષણ છે. પ્રતિજ્ઞા - આજીવન દર માસે અથવા દર વર્ષે અમુક અતિથિ સંવિભાગ હું કરીશ. ૫૫
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy