SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પાપોપદેશ ઃ- ખેતી કેમ નથી કરતાં ? ઇંટો કેમ નથી પકવતા ?’’ વગેરેનો ઉપદેશ આપવો. (૩) હિંસ્રપ્રદાન ઃ- બન્દૂક, તલવાર, મોટ૨, સાયકલ, કુહાડી, કોદાળી, અગ્નિ વગેરે હિંસાનાં સાધન કોઇને પણ માગ્યા વિના આપવા. (૪)પ્રમાદાચરણ :- કામશાસ્ત્ર શીખવું, જુગાર રમવો, ઝૂલે ઝૂલવું, કુકડો, બોકડા, સાંઢ, હાથી વગેરે પશુ અને પહેલવાનોને એકબીજા સાથે લડાવવા સીનેમા, ટી.વી. સર્કસ, નાટક, તમાશા વગરે જોવા. આ ચારે અનર્થ દણ્ડ અપરાધના હેતુ છે. સારાંશ : નિષ્પ-યોજન એટલે કોઇપણ જાતના હેતુ, ઉદ્દેશ કે કારણ વિના અપરાધ કરવો તે અનર્થદણ્ડ કહેવાય છે. તેથી તેનો ત્યાગ કરવો. પ્રતિજ્ઞા :- જીવન પર્યંત યથાશક્તિ અપધ્યાનાદિ ચારેય અનર્થદંડનો ત્યાગ કરું છું. = અતિચાર ઃ- (૧) કંદર્પ - પોતાને અને પારકાને મોહનો ઉદય થાય તેવાં વચન બોલવા. (૨) મુખરતા - બેકાર બકવાસ કરવો (૩) ભોગોપભોગ અતિરેક - આવશ્યકતાથી વધારે સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેનો ઉપયોગ કરવો. (૪) કૌત્સુચ્ય - કામ અને ક્રોધ ઉત્તેજિત થાય એવો અવાજ કરવો તથા મુખ, નેત્ર આદિના વિકારોથી પોતે હસે અને બીજાને હસાવે, (૫) સંયુક્ત અધિકરણ-ઉખલ-મુસલ, હલ-ફાલ, બળદગાડુ, ધૂસરી, ધનુષ્ય-બાણ, બંદૂક, કારતૂસ વગેરે જોડેલાં રાખવાં. શ્રાવકોની ૫૦
SR No.022998
Book TitleJain Shravakachar
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay, Rasiklal Choxi
PublisherShah Ishwarlal Kishanji Kothari
Publication Year
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy