________________
(૬) દિગ્વિરમણવ્રતઃ | સ્વરૂપ : પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચાર દિશાઓ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઇશાન એ ચાર વિદિશાઓ તેમજ આકાશ અને પાતાલ એમ કુલ્લે દશ દિશાઓમાં આવવાજવાનું પરિમાણ કરવું. નાના-મોટા પર્વતોના શિખરો પર ચઢવું તેમજ વિમાન મારફતે આકાશમાં ઉડ્ડયન કરવું તે ઉર્ધ્વદિશાગમન છે. સોના, કોલસાની ખાણોમાં નીચે જવું તેમજ સબમરીનમાં . સમુદ્રના પાણીની સપાટીની નીચે જવું તે અધોદિશા ગમન છે. આ વ્રત ગ્રહણથી જવા-આવવાના કારણે થતી હિંસા વગેરે પાપોથી બચી જવાય છે. તથા અસીમ લોભનું પણ નિયંત્રણ થાય છે.
આ વ્રતને શ્રાવક આજીવન ન ઉચ્ચારી શકે તો છેવટે ચોમાસાના ચાર માસમાં તો તેનું પાલન અવશ્ય કરવું જોઈએ.'
પ્રતિજ્ઞા : ઉપર કિ. મી. નીચે ....કિ.મી. અને દિશા અને વિદિશાઓમાં ...કિ. મી. અથવા ભારત, એશિયા, યુરોપ..............થી આગળ હું જઇશ નહિ.
અતિચાર : (૧) ઉર્ધ્વદિશાતિક્રમ : પ્રમાદેથી ઉપરની દિશામાં પરિમાણથી વધારે ચઢવું. આ પ્રકારે નીચે અને તીરછી દિશાઓમાં પરિમાણના અતિક્રમણથી બીજો અને ત્રીજો અતિચાર લાગે છે. જેનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે. (૨) અધોદિશાક્રમ અને (૩) તિર્યદિશાતિક્રમ છે. (૪) દિશાવિપરિમાણ : અમુક દિશામાં નિયમિત ક્ષેત્રથી વધારે જવાની જરૂરત ઉભી થાય ત્યારે બીજી દિશામાં ક્ષેત્રપરિમાણમાં ઘટાડો કરી દેવો તેમજ જે દિશામાં જવાનું છે. તે દિશાના નિયમિત ક્ષેત્રમાં વધારો કરી દેવો અને પછી મનને ઠગારી સાંત્વના આપવી કે મેં ક્યાં નિયમિત ક્ષેત્રનું ઉલ્લંઘન