________________
(૪) ચૈત્યવંદન વગેરે પ્રભુજીંથી થોડે દૂર બેસીને કરવું જોઇએ. આ અંતરને અવગ્રહ કહેવાય છે. જે જઘન્ય પ્રમાણથી નવ હાથ અને ઉત્કૃષ્ટ પ્રમાણથી સાઇઠ હાથ જાણવું. ગૃહમંદિરમાં સ્થળના અભાવને લીધે તે પ્રમાણ જઘન્યથી એક હાથનું જાણવું. (૫) મંદિરમાં પ્રભુજી તરફ પોતાની પુંઠ ન પડે તેનો પૂરો ખ્યાલ રાખવો.
(૬) મંદિ૨માં વિલાસ, હાસ્ય, કલહ, પરનિંદા, આદિની આશાતનાઓથી બચવું. નાની-મોટી કુલ ૮૪ આશાતનાઓ છે. એનાથી જરૂર તમારી જાતને બચાવો.
દશ મોટી આશાતનાઓ
મંદિરમાં (૧) પાન-સોપારી ખાવી, (૨) ભોજન કરવું, (૩) પાણી પીવું, (૪) થુંકવું, (૫) ઝાડો કરવો, (૬) પેશાબ કરવો, (૭) ઉંઘવું, (૮) સ્ત્રી સંવનન કરવું,(૯) જુગાર રમવો, (૧૦) જોડા લઇ જવા. આ દશ મોટી આશાતનાઓ છે.
(૭) દર્શન, પૂજન, વંદન વગેરેના અંતે અવિધિજન્ય આશાતનાઓ માટે ક્ષમાયાચના રૂપ ‘મિચ્છામિ દુક્કડમ્’ જરૂરથી
ઉચ્ચારવું.
(૮) દેવ-દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના રક્ષણ અને વૃદ્ધિનું ધ્યાન રાખવું.
૧૧