________________
।। શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી પ્રેમસૂરીશ્વરજી ગુરુભ્યો નમો નમઃ ।।
જૈનાચાર અર્થાત્ શ્રાવકાચાર
શ્રી જિનેશ્વર ભગવંતના અનુયાયી જૈન કહેવાય છે. અને તેના આચારોને જૈનાચાર કહેવાય છે. વળી જિનેશ્વર દેવ દ્વારા કથિત આચારોને પણ જૈનાચાર કહેવાય. ગીતાર્થ મુનિ ભગવંતો પાસે જીવ, અજીવ આદિ તત્ત્વોને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તે શ્રા૨ક કહેવાય છે અને તેના આચારોને શ્રાવકાચાર કહેવાય છે.
રાજગૃહી નગરીમાં બુદ્ધિના ભંડાર શ્રી અભયકુમાર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ મહાવીરસ્વામીએ સ્વમુખે શ્રાવકોના આચારનો ઉપદેશ આપ્યો જેનું વિવરણ ‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથના રચયિતા આચાર્યશ્રી નીચે મુજબ કરે છે.
શ્રાવકની મુખ્ય યોગ્યતા ચાર છે.
(૧) સ૨ળ સ્વભાવ
(૨) નિપુણ બુદ્ધિ
(૩) ન્યાય પ્રિયતા
(૪) દૃઢ પ્રતિજ્ઞાપાલન
ઉપર મુજબની યોગ્યતાયુક્ત શ્રાવક સમ્યકત્વ, અણુવ્રત અને શિક્ષાવ્રતરૂપ શ્રાવકધર્મનો અધિકારી બને છે.
આવા સાચા શ્રાવકના આચાર અર્થાત્ કર્તવ્ય અનેક છે. જેને છ વિભાગમાં વહેંચી શકાય છે.
૧