________________
જીવન સાફલ્ય
સરવેપાણું, સવે જીવા, સવે સત્તા, સરવે મૂઆ ન હંતવ્યા, ન પરિતાયવ્યા છે સવે પાણું પિયાઉઆ, અપિયવહા, સુહસાયા દુકખ પડિકૂલા સવે વિજીવિઉકામા સસિં જીવિઈપિય છે. સર્વ પ્રાણીઓને, સર્વ જીવોને, સર્વ સને, સર્વ ભૂતને ન હણવા, પરિતાપ ન પમાડવા.
સર્વ પ્રાણીઓને પોતાનું આયુષ્ય પ્રિય છે, સુખ • અનુકૂળ છે, દુઃખ પ્રતિકૂલ છે, વધ સર્વને અપ્રિય છે,
જીવવું સર્વને પ્રિય છે. સર્વ જી જીવવાની કામનાવાળા છે, સર્વને પિતાનું જીવન પ્રિય લાગે છે.
પિતાને પ્રાણ તે દરેકને પ્રિય છે જ. મૃત્યુ કઈને ગમતું નથી તે પણ મનુષ્ય પોતાના સ્વાદ માટે કે શરીરપિષણ માટે બીજા જીવોને મારે છે. પશુજરાતમાં પણ આહારની મર્યાદા છે. માનવી જીભના સ્વાદમાં આ મર્યાદાઓ પણ ભૂલ્યા છે. તેથી મધ અને માંસના સેવનમાં આનંદ માને છે.
પૂ. આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી મ. ના ઉપદેશથી અકબર બાદશાહ ઘણે પ્રભાવિત થયે. અબુલફઝલ કહે છે કે સૂરિજીના ઉપદેશથી અહિંસકભાવ માટે બાદશાહ એટલા બધા પ્રભાવિત થયા કે પિતાના પેટને પ્રાણીઓની કબર બનાવવાનું તેમને અનુચિત લાગ્યું.