________________
૨૪ ]
જીવન સાફલ્ય
પૂર્વભવનો એક પ્રસંગ છે. તે ભવમાં તેઓ મેઘરથ નામના રાજા હતા.
એકવાર એક પારે ભયથી ધ્રુજતે ધ્રુજતે આવીને રાજા મેઘરથના ખોળામાં પડ્યો અને મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે, “હે રાજન્ ! હું તમારા શરણે આવ્યો છું.” બાજપક્ષી મારી પાછળ પડયું છે. તે મને ખાઈ જશે. તેનાથી તમે મારું રક્ષણ કરો.”
મેઘરથ રાજા અત્યંત પ્રેમથી બોલ્યાઃ “હે પક્ષી! તને . અભય છે, તું ભય પામીશ નહિ, હું તારું રક્ષણ કરીશ.”
થોડીવારમાં જ બાજપક્ષી રાજા પાસે આવીને મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે, “હે રાજન ! આ પારે મારે ભય છે, માટે મને આપી દે.”
રાજા બોલ્યાઃ “શરણાગતનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. હું પ્રાણના ભેગે પણ પારે આપીશ નહિ.”
બાજ પક્ષીએ કહ્યું “તમારો શરણાગત પારે મારે તે શક્ય છે. એ વગર મારા પ્રાણ જશે, તેની હત્યા તમને
લાગશે.’
એ દયાળુ રાજાએ કહ્યું કે “જે પારેવાના માંસથી જ તારા પ્રાણ બચતાં હોય છે, તેના જેટલું માંસ હું મારા શરીરમાંથી તને આપું છું, તેથી તારે સંતોષ માન જોઈએ.
બાજે એ વાત સવીકારી અને રાજાએ પોતાના સાથળ