________________
૧૦ ]
જીવન સાફલ્ય anununumitomuuuuunnnn
જ્ઞાન સર્વને પ્રકાશિત કરે છે. જ્ઞાનના ઉદયથી અજ્ઞાન અને મોહને નાશ થાય છે. જ્ઞાન વડે જ રાગ અને દ્વેષને ક્ષય થાય છે. તેથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
જે ઉદય પામે છતે અજ્ઞાન અને મોહને નાશ ન થાય તે તે જ્ઞાન કેવું ! આકાશમાં ઉદય પામે છતે અંધારૂ જાય મહિ તે તે સૂર્ય કે ! બુદ્ધે કહ્યું છે કે,
“અણુણ કિં કહી?” જે અજ્ઞાની છે તે શું કરી શકશે? સમ્યફજ્ઞાન પ્રગટ થયે નિર્ભયતા આવે છે. ૪ અબ હમ અમર ભયે ન મરેંગે X
જે સંસારી છે તે ભયભીત છે. સંસારીની પ્રત્યેક ક્રિયામાં, વ્યવહારમાં, વિચારમાં ભય છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં મન ભયથી ભરેલું છે.
અજ્ઞાનીને મૃત્યુને ભય છે. મૃત્યુ સમયે જેને ભય છે તેનું બાળ મરણ છે. મૃત્યુ સમયે જે નિર્ભય છે તેનું પંડિત મરણ છે. પતે શરીર છે એમ જે માને છે તેને મૃત્યુનો પારાવાર ભય છે. આખા ય જીવન દરમ્યાન “મારે આ બધું મૂકીને જવું તે નહિ પડે” આ ભયભીત દશામાં તે જીવે છે.
મારી સંપત્તિ, મારું ઘર, મારી પ્રતિષ્ઠા, મારી પત્ની,