SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધનાનું મહત્વ [ ૧૫૩ wwwwwwwwwww ૧ વિષ અનુષ્ઠાન–તે છે કે જેમાં થતી ધર્મક્રિયા માત્ર આ લોકના સુખને અર્થે છે. જેમ અફીણનું વિષ કે સર્પનું વિષ તત્કાળ નુકશાન કરે છે, તેમ વિષ અનુષ્ઠાન સુંદર અધ્યવસાયને નાશ કરે છે. ૨ ગરલ અનુષ્ઠાન–બીજા ભવે દિવ્ય ભેગના અભિલાષથી જે ધર્મ ક્રિયા થાય તે ગરલ અનુષ્ઠાન છે. જે ઝેર તત્કાળ મારતું નથી, પરંતુ કાળાંતરે અવશ્ય અસર કરે છે. ૩ અને અનુષ્ઠાન-સમજ્યા વગર ગતાનુગતિક કરાતી આરાધના-પ્રણિધાન રહિત મન, વચન, કાયાના એકાગ્રપણા વગરની, સંમૂછિમની જેમ, પરમાર્થની સમજણ વિના, શૂન્યપણે માત્ર દેખાદેખીથી જે ધર્મક્રિયા થાય છે અને અનુ. ઠાન છે. ઘસંજ્ઞા અને લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયાને પ્રશસ્ત માની નથી. ઘસંજ્ઞા એટલે જ્યાં સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવાપણું છે. જ્યાં સાચી તત્ત્વ સમજણ મેળવવા માટેનો પ્રયત્ન જ નથી. જ્યાં શાસ્ત્રવચન કે ગુરુવચનની અપેક્ષા વિના શૂન્યપણે જે ધર્મક્રિયા થઈ રહી છે તે ઘસંજ્ઞા છે. લોકસંજ્ઞા એટલે લોકોને રીઝવવા માટે, લોકોના મનરંજન અર્થે જે ધર્મક્રિયા થાય છે. કહ્યું છે કે, “જનમનરંજન ધર્મનું મૂલ્ય ન એક બદામ.” લેકસંજ્ઞાઓ થતાં ધર્મમાં મર્મ સમજવાનો પ્રયત્ન નથી, માત્ર બાહ્ય દેખાવનો પ્રયત્ન છે.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy