SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] જીવન સાફલ્ય mmmmmmmmmmomnunununun થાય છે. મંત્ર અને તંત્ર તપથી જ ફળીભૂત થાય છે. આ લેક અને પરલોકમાં તપના પ્રભાવથી જ અનેકવિધ સંપત્તિઓ સાંપડે છે અને તપની આરાધનાથી વિપત્તિઓ ચાલી જાય છે. ભવરોગ અને ભાગ રૂપે કર્મનો જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધ રૂપ છે. આત્માને નિર્મળ અને ઉચ્ચતમ બનાવનાર તપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો પણ તપ વડે જ નિર્મૂળ થાય છે. તલેગામ ઢમઢેરાને બનેલ એક સત્ય પ્રસંગ છે. એક પ્રાઢવયના સર્જનને વર્ષો જૂને ડાયાબીટીસનો રોગ હતું. આ સજજને અનેક ડોકટરો, વિદ્યાની દવા કરી. કેટલાય ઔષધેનું સેવન કર્યું, અનેક ઉપચારો કર્યા, પણ રોગ ન મટ્યો. અંતે કંટાળીને આ સજજન ખૂબ જ નિરાશ બની ગયા. કમનો ઉદય માની શાંતિથી બેઠા. એક વખત ગામમાં એક તપસ્વી મુનિ મહારાજની પધરામણી થઈ. વ્યાખ્યાનને વિષય “તપની મહત્તા” ને હતે. આ સજજને પણ વ્યાખ્યાન સાંભળ્યું. તપથી ઘર ચીકણું કર્મો નાશ પામે છે એ જાણીને તથા તપના પ્રભાવને દર્શાવનારા અનેક દષ્ટાંતે સાંભળીને આ ભાઈ પ્રભાવિત થયા. તપસ્વી મુનિશ્રીની દલીલોથી ભરપૂર પ્રભાવપૂર્ણ વાણીનું શ્રવણ કરી આ ભાઈએ તપ કરવાનું નક્કી કર્યું.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy