SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] * જીવન સાફલ્ય mnunununumonnunnnnnnn પતન ન થાય? ઇઢિયેની આસક્તિને જીતવાનું જે તપ છે, તે “ઇંદ્રિય જય તપ” છે. તેવી રીતે ભવવૃદ્ધિના હેતુભૂત કષાયોને જય કરવા માટેના તપને “કષાય જય તપ કહ્યો છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – * કલસતિ જ ચ છવમ્, તેણ કસાઈ ત્તિ લુચતિ ” છત્રના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે કષાય કહેવાય. કષ” ને બીજો અર્થ સંસાર છે. જેનાથી સંસારને “આય” એટલે લાભ થાય તે કષાય. જેનાથી ભવભ્રમણ વધે તે કષાય છે. આ કષાયો ઉપર જય મેળવવાથી જ માનવ જીવન સાર્થક થવાનું છે. ઉપકારી પુરૂષોએ યોગશુદ્ધિ તપ બંતા છે. જૈન દર્શનમાં યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે તે કર્મને આમાં ભણું ખેંચી લાવવામાં કારણભૂત છે. મન ચંચળ છે, તેને ધ્યાનમાં જોડવાથી, પરમાત્મામાં લગાડવાથી એકાગ્ર થાય છે. લેશવાસિત મન એ સંસાર છે અને કલેશરહિત મન ભવથી પાર કરાવે છે. વચન પણ ગમે તેમ ન બોલવું, વચનની અશુભ પ્રવૃત્તિ રોકવી અને શુભ પ્રવૃત્તિ આદરવી.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy