SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ મર્યાદાઓ ૨૪ “સારી વસ્તુ બીજાઓને ભલે મલે! મારે ગમે તેવી વસ્તુથી ચાલશે.” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી . ૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઇએ કે “આ * ગોચરી–પાણી વાપરું?” ૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ ફખાણ સાધુ માટે ઉચિત નથી. ૨૭ સવારમાં ઉઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સમરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મ-સમર્પણને ભાવ કેળવવો જોઈએ.. ૨૮ સવારમાં દશ વાગ્યા સુધી કંઈપણ નવું આગમિક પ્રાકરણિક કે સૈદ્ધાત્વિક ગેખવું જોઈએ. ૨૯ સ્તવન, સઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય. ૩૦ ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧ સવારે રાઈપ્રતિક્રમણ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યા દાએ કરવું, પણ ચાર વાગ્યે ઉઠી તે જવું, અને ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ–કરી ચત્યવંદન અને ભરફેસરની સક્ઝાય કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉ. સગ્ન કરવા. ૩૨ સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિ. ૩૩ સંયમના ઉપકરણે, ભણવાના પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy