________________
કલ્યાણકારી હિતશિક્ષા
૧૫
૨૮. વિચા૨ા ઉપર ધીરે ધીરે એવા કામૂ મેળવેા કે તમારી પેાતાની ઇચ્છા કે પ્રેરણા વિના સકલ્પ જ પેઢા ન થાય, આ અવસ્થાએ પહેાંચતાં સુધી આટલી તે સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કાઈ દુર્વિચાર તા પેઢા ન થાય, આ માટે સદા જાગૃત–સાવન રહેવુ,
૨૯. કાઈ અપમાન કરે, ટાણું મારે કે અપશબ્દો સભળાવે તા તેથી ઉત્તેજિત ન બનવું, પણ વિચારવું કે—આ બધી શબ્દ-લીલા છે, મિથ્યા-જ્ઞાનના વિલાસ છે.
૩૦, ઇન્દ્રિયા અને ચિત્તવૃત્તિને કાય શૂન્ય ન થવા દેવી, કાઇ પણ શુભ-પ્રવૃત્તિમાં રેાકી રાખવી, છેવટે શ્રી નવકારમહામત્રના સ્મરણના અભ્યાસ વધુ પડતા રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું.
૩૧. સ્પ, દૃષ્ટિ, આચાર અને વિચાર–આ ચાર વિકાર-વાસનાના ઉત્પત્તિસ્થાના છે, માટે તે ચારેને સયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું.
૩૨. “એલા આછું, કરા વધારે!” ના સૂત્રને જીવનમાં વણી નાંખવા તાઢી-માપીને ખેલવાના ઉપયેાગ રાખવા, આવી રીતે ખેલેલા વચનને પ્રાણાંતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું.
૩૩. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત-તત્ત્વને પમાડી શકે છે, માટે બનતા પ્રયત્ને આ ત્રિપુટીને વિસવાદિત ન મનવા દેવી.