________________
૧૮૪
સાધુતાની ન્યાત ૧૦૧ શાસ્ત્રીય-મર્યાદાનુસાર સંયમી-જીવન જીવવા માટે
બેદરકારી સેવે તો.
આ મુજબ કેટલીક સંયમ-વિરૂદ્ધ આચરણાઓ જાણવી. તેના સેવનથી સંયમારાધના દૂષિત થાય છે.
માટે સદગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ.
આ નેધ પરમ પવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથોના આધારે તૈયાર કરી છે.
આરાધકનું કર્તવ્ય વિચારની સમતુલા જાળવવી જરૂરી છે. તે કરતાં પણ વૃતિઓમાં સમર્પણ ભાવ જાળવવો વધુ જરૂરી છે.
આરાધકની ફરજો. વિચારો અને તેની પરિણતિ એ બન્નેનું મિશ્રણ આપણું અંતર શક્તિઓને અજવાળે છે.