________________
પ્રકાશકના બે બેલ જણાવતાં હર્ષ થાય છે કે-મારાં માતુશ્રી સ્વ. સાધ્વીજી શ્રી દેવશ્રીજી મ.ના અતુલ ઉપકારને યાદ કરીને અને તેઓના વિશાળ શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવારની પ્રેરણા પામીને, તેઓની સ્મૃતિ અને ભક્તિ નિમિત્તે એક સવાધ્યાયરૂપે આત્મહિતકર બને તેવું પુસ્તક પ્રગટ કરવાની ભાવના પ્રગટી. અને તેના પરિણામે આ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં ૧-સ્વ. ગુરુ શ્રી દેવશ્રીજી મ.ની જીવનસ્મૃતિ, ૨-અનંત ઉપકારી શ્રી અરિહંતદેવની સ્તુતિરૂપે સંસારી જીવનું ભવભ્રમણ નિવેદન, ૩-ભવભ્રમણમાંથી મુક્ત કરનાર સંવેગગુણના પ્રરૂપક અને પ્રેરક શ્રી સંવેગરંગશાળા ગ્રન્થનો પરિચય અને હાઈ, તથા ૪-આત્મધર્મના પાયારૂપ માર્ગાનુસારિતાના પાંત્રીશ ગુણે પૈકી પ્રાથમિક બે ગુણેનું ચિંતન, એમ ચાર ગ્રન્થને સંગ્રહ કરીને ગ્રન્થનું નામ “આગમનું અમૃતપાન રાખ્યું છે. લેખકે તે તે પૂજ્ય ગુરુભગવંતે છે. તેઓ પ્રત્યે કૃતજ્ઞ બની થોડું શુદ્ધિપત્રક આપ્યું છે, તેને ઉપયોગ કરવાપૂર્વક ભવ્ય છે મારા પ્રયાસને સ્વાધ્યાયાદિ કરવાપૂર્વક સફળ કરે, એ પ્રાર્થનાપૂર્વક જ્ઞાત-અજ્ઞાત ક્ષતિઓને મિચ્છામિ દુક્કડં દઈ વિરમું છું.
-પ્રકાશક,