________________
સુમન ! એ રીતે ધર્મના મૂળમાં રહેલા શિષ્ટાચારામાં ધર્મના ફળરૂપ મોક્ષને આપવાનું સામર્થ્ય છે. તેના પાલન વિના લૌકિક-લોકેત્તર એક પણ સુખને પામી શકાય નહિ.
સુમન ! માર્ગોનુસારિતાના પાંત્રીશ ગુણે એ શિષ્ટાચારનું પાલન છે અને શિષ્ટાચારની પ્રશંસારૂપ તેને બીજે પ્રકાર તે શિષ્ટાચારનું દાન છે.
સુમન ! અન્ય જીવોને શિષ્ટાચારી બનાવવાની વૃત્તિ વિનાનું કેવળ શિષ્ટાચારનું પાલન અપૂર્ણ રહે છે, યથાર્થભાવને પામતું નથી. માટે શિષ્ટાચારનું દાન કરવાને ઉપાય જે તેની પ્રશંસા, તે આવશ્યક હોવાથી અહીં તેને કહ્યો છે. એ પ્રશંસા અંગે આપણે હવે પછી વિચારીશું.