________________
આપેલો એટલે પણ આરામ આપે છે અને તિરસ્કારવૃત્તિથી વાસિત બનેલી કુસુમશૈયા પણ બેચેન બનાવે છે.
સુમન ! એ કારણે બુદ્ધિમાન પુરુષો વસ્તુની કિંમત આપનારની મનોવૃત્તિને (ભાવને) અનુસરીને આંકે છે. વ્યાપારીઓ વેચવા-લેવાની વસ્તુના મૂલ્યને “ભાવ” કહે છે તેનું કારણ પણ આ જ છે.
સુમન ! “પુદ્ગલ દ્રવ્ય ભાવનું વાહક છે”—એ હવે તને સમજાયું હશે. પરસ્પરના શુભાશુભ ભાવની લેવડ–દેવડ પ્રાયઃ તે તે ભાવથી વાસિત કરેલાં પુદ્ગલ દ્રવ્ય દ્વારા થાય છે.
સુમન ! આ પણ એકાન્ત નથી, કોઈ ઉત્તમ પુરુષને કુવાસનાવાસિત પુદ્ગલે પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કેઈ નિકૃષ્ટ પુરુષને સદુભાવવાસિત પુદ્ગલે પણ દુર્ભાવ પ્રગટ કરે છે, પણ તેમાં તે તે જીવની ઉત્તમતાઅધમતા કારણભૂત હોય છે. વસ્તુભાવ તો સ્વાનુરૂપ અસર પ્રગટાવવાને છે.
એ રીતે સુમન ! ચાવવૃત્તિથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે અને અન્યાયવાસિત મેળવેલે વૈભવ અન્યાયવાસિત બને છે. બીજી વાત એ પણ છે કે–વૈભવ મેળવવા ન્યાયને વિચાર માત્ર કરવાથી પણ પહેલાં કહ્યું તે ધર્મ કુટુંબ સ્વસ્થ બને છે અને અન્યાયને વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે પણ ન્યાય કે અન્યાયના પક્ષથી તે તે આંતરકુટુંબને તે પિષણ મળે જ છે.
સુમન ! પરિણામ એ આવે છે કે-અન્યાયથી મેળવેલ વૈભવ અન્યાયવાસિત થાય છે. આંતરૂપાપકુટુંબ પિય