SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ને; આ ભવે કે અન્ય ભવમાં, સ્વયં કે અન્ય દ્વારા સપ્રયેાજન કે નિષ્પાજન વિરાધ્યા હોય; તે સર્વને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું. વળી હે ભગવંત! સાપ, નેળિયા, કાકડા, ઘે, ગીરાલી, કે તેઓનાં ઈંડા વગેરેને તથા ઉંદર, કાગડા, શિયાળ, કુતરા, બિલાડા વગેરેને દેડકાં–માછલાં-કાચબા મગરો વગેરે વિવિધ જળચરોને, સિંહ-હરિણ-રોઝબૂડ-સસલાં-વાઘ-ચિરા-દીપડા વગેરે સ્થળચર ચેપગને તથા હંસ-સારસ-કબૂતર-ક્રેચ-તેતરાં-વગેરે ખેચરને, મેં હાસ્યાથી, દ્વેષથી કે કુતુહળથી, સંક૯પપૂર્વક કે આરંભથી ત્રણેય કાળમાં સ્વયં કે બીજાઓ દ્વારા જે કોઈને હણ્યા હોય, અથવા અથડાયા, ઠેકર મારી, પરિતાપ ઉપજા, ત્રાસવ્યા, અથવા સ્થાનભ્રષ્ટ કર્યા, થકાવ્યા, દુભાવ્યા કે પરસ્પર અવય પીડાય તેમ ભેગા કર્યા હોય, વગેરે વિવિધ રીતે જે કંઈ કષ્ટ આપ્યાં હોય; તે સર્વને આપની સાક્ષીએ હું ત્રિવિધે ત્રિવિધ ખમાવું છું. વળી ભગવંત! મનુષ્યપણામાં રાજાનું-અધિકારીનું કે કેટવાળ વગેરેનું સ્થાન પામેલા મેં સત્તાના જેરે મનુષ્ય પ્રત્યે જે ચિત્તથી દુષ્ટ ચિંતવ્યું, વચનથી કટ્ર કે તિરસ્કાર-અપમાનજનક વચને કહ્યાં, કાયાથી દુષ્ટ નજરે જોયા, ન્યાયને અન્યાય અને અન્યાયને ન્યાય ઠરાવી કલુષિત ભાવથી દિવ્ય આપતાં જે મનુષ્યને બાળ્યા, કે બીજી રીતે પ્રાણાન્ત પરીક્ષાઓ કરી, તથા સાચી કે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy