________________
નહિ, ઉલટો આનંદ થતો. માત્ર મારી દયા કરનાર એક આપ અને આપને પરિણામ જ હતો. મારા દોષોની ઉપેક્ષા કરીને પણ તેઓ મને શાતા માટે પ્રયત્ન કરતા અને પેલું પુણ્ય વળી મને એ શત્રુઓના પંજામાંથી બચાવી ધર્મરાજાના શરણે પહોંચાડતું હતું. એમ હું સમકિત પામ્યા પછી પણ અગણિત ભવે સુધી સંસારમાં ભટકયો. આટલા ભવમાં સંખ્યા, અસંખ્યાત કે અનંત કાળ પણ થઈ જાય. જે કે સમકિતને મેળાપ થયા પછી પિલા અનાદિ વૈરી મેહનું જોર ઘટી ગયું હતું. પછી તે ગમે તેટલા પ્રયત્ન કરે, તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળથી અધિક કાળ ભટકાવી શકે તેમ ન હતું, તો પણ તે અપરાવર્તનમાં ઉસપિં–અવસર્પિણી રૂપ અનંતા કાળચક્ર વહી જાય તેટલું તે ભટકાવે તેવી તેની શક્તિ હતી.
એમ સમકિતપ્રાપ્તિ પછી સંસારમાં ઘણું ભટક્યો. ત્યારે મેં ક્યાં ક્યાં પાપ કર્યા તેનું વર્ણન હું શી રીતે કરું? ટૂંકમાં કહું કે-ચારેય ગતિમાં ભટકતાં આહારને કારણે ભયથી, વિષયવાસનાથી અને પરિગ્રહથી જે કેઈ પાપ થાય, તે સર્વ પાપ મેં કર્યા હતા અને તેના કડવા ફળે ભેગવવા હું વાર વાર દુગતિઓનાં દુખથી પીડાતો હતો. એમ કેટલાય કાળ ગયા પછી પુનઃ કર્મ પરિણામ મહારાજે કરુણા કરીને માનવભવમાં, આર્ય દેશમાં અને ઉત્તમ કુળમાં જન્મ આપે. માતા-પિતાએ