________________
મારે આખો જન્મ બરબાદ ગયે. કેઈમારી પાસે બેસે નહિ, બેલે નહિ, મને સાંભળે નહિ કે સંભાળે નહિ. જાણે મુજ પાપીની સેનતથી એ રોગ તેમને વળગી પડશે – એમ સમજીને બીજાને તે શું કહું? મને જન્મ આપનારી જનેતાએ પણ મારી સારવાર છેડી દીધી. આખું શરીર અશુચિથી ગંધાતું, કેઢ ગળતા, પીડાને પાર નહિ, અડતાં અભડાઈ જાય તેમ બધા મારાથી દૂર દૂર જ ભાગતા. એવું દુઃખમય જીવન પૂરું કરી જીવવાના દુઃખે મરવાની જેમ હું મરી ગયો. વળી કુગતિઓનાં દુખે જોગવતો ત્યારે અતિ કરૂણા લાવીને પુણ્ય પાછું મને મનુષ્ય બનાવતું, પણ અશાતા દુશમન થાકયે નહિ, તેણે વિવિધ રૂપે કરી કરીને મારા બધાય ભ બરબાદ કર્યા. મને બરોળને રોગ, વાયુ (શ્વાસ), મૂત્રકૃચ્છને રોગ, જળોદર, તાવ, અતિસાર, ઝાડા-ઉલટી, ખાંસીનો રંગ, ભગંદર, મસાની પીડા, રક્તપિત્ત, મસ્તકનાં શૂળ, ખોપરીની પીડા, નેત્રને રોગ, કાનને રોગ, ગળાને તાળવાને-જીભ-દાંતને-હોઠને-મુખને રોગ, વગેરે અનેક રોગે ઉપરાંત હદયનું શૂળ, પીઠનું શૂળ, પ્રમેહ, ઉરૂક્ષત, ક્ષયની બીમારી, વગેરે એવા એવા રેગથી પીડડ્યો કે-જીવનભર સતત આકરી વેદનાઓને વેઠી વેઠીને બૂમે નાંખતે, શેક કરતે, સંતાપ કરતે, વિલાપ કરતા, જેને જેને દેખું તે પરિચિત કે અપરિચિત, વૈદ્ય કે સામાન્ય લેક, સહુને મારા રોગ મટાડવા