________________
- | નમઃ શ્રી પ્રવચનાય છે | | ક શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમ: a
પૂજ્ય સ્વ. ગુણીજી મહારાજશ્રી દેવશ્રીજી મ. ના સ્વ૯૫ સંભારણાં
પૂ. વ. ગુરૂણીજી દેવશ્રીજી મ.ને જન્મ સં. ૧૯૭૫ શ્રા. વ; ૧૨ ના મહામંગલકારી પર્યુષણ પર્વના પ્રથમ દિવસે પૂજ્યશ્રીના મેસાળમાં આણુંદ ગામની નજીકમાં આવેલા વડતાલ ગામમાં થયે હતે. પૂજ્યશ્રીનું વતન (છાયાપુરી) છાણ મુકામે કાછીયાવાડમાં હતું. હાલમાં પણ પૂજ્યશ્રીનાં કુટુંબીઓ ત્યાં જ વસે છે. પૂજ્યશ્રીનાં પિતાશ્રીનું નામ સાકળચંદભાઈ હતું અને માતાનું નામ ચંચળબેન હતું. પૂજ્યશ્રીના માતા-પિતા ધર્મપરાયણું અને પિતાના સંતાનોમાં સારા સંસ્કાર પડે એવી લાગણી રાખતા હતાં.
પૂજ્યશ્રીને છવચંદભાઈ નામે એક ભાઈ હતા. અને રેવાબેન નામે એક બહેન હતાં. જે હાલમાં દીક્ષિત છે. તેમાં પૂ. ગુરુજી સૌથી મોટા હતા. પૂજ્યશ્રીનું નામ ડાહીબેન હતું. નાનપણથી જ નામ પ્રમાણે ડહાપણું ભરેલા હતાં. ધર્મના સંરકારે પણ સારા હતા. બાલ્યવયથી જ બાલક્રિડાને બદલે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા