________________
હિતશિક્ષા
: ૬
:
આત્મકલ્યાણના માર્ગને સરલ બનાવવા
ઉપયોગી સૂચના.
આત્મકલ્યાણ-સાધનાના પુનિત ૫થે વિહરી શ્રેષ્ઠ આદર્શ સંયમી જીવનની સાર્થક સિદ્ધિ મેળવવા ઇચછનાર મુમુક્ષુ પ્રાણુએ મુખ્યતઃ પિતાના જીવનના બન્ને પાસાને તપાસી નીચે જણાવેલ દોષોમાંથી જણાતા કોઈ પણ દેશને પહેલી તકે દૂર કરવા ઉજમાલ થવું ઘટે.
૧. આહારની લાલસા ૨. ચિત્તની ચંચલતા ૩. આલસ્ય-સુસ્તી ૪. પ્રમાદ ૫. પુરુષાર્થહીનતા ૬. અશ્રદ્ધા ૭. કુતર્ક ૮. ઉતાવળિયાપણું ૯. વહેમીપણું ૧૦. અસંયમ ૧૧. અસહિષ્ણુતા ૧૨. અસદવર્તન પ્રતિ
ધૃણાને અભાવ ૧૩. પ્રખ્યાતિની ઈચ્છા ૧૪. માન-સત્કારેચ્છા ૧૫. જુગુપ્સા-દુગંછા ૧૬. દ્વેષ
૧૭. નિર્દયતા ૧૮. કદાગ્રહ . ૧૯. અશ્રદ્ધા ૨૦. પરનિંદા ૨૧. પરચર્યા ૨૨. બાહ્યાડંબર ૨૩. વાદ-વિવાદ ૨૪. બીજાને ઉતારી પાડ
ભવાની ઈચ્છા ૨૫. શરીર સુકુમાલતા . ૨૬. વિલાસિતા ૨૭. બીજા પાસે કામ
કરાવવું ૨૮. લોકરંજન ૨૯. ખરાબ સેબત ૩૦. અનુપયોગી
પ્રવૃિત્ત