________________
કે ૩૮
હિતશિક્ષા
તથા જગમાં ધમી તરીકેના લેબાશમાં માયા–પ્રપંચપૂર્વક પાપો આવનાર, નદીમાં સ્નાન કરી શુદ્ધ થયેલા લાગતા દારૂડિયા અને ગ્રાહકને વિશ્વાસમાં લેવા સદવર્તન કરાવનારી વણિગવૃત્તિવાળા અને પાખંડી બકવૃત્તિવાળા ઢેગી ધુતારાઓના સરદાર જેવા છે!
અરે રે! કર્મના કુટિલ બંધનેને તેડનારી આરાધનાના માગે આવવા છતાં ભયંકર પાપ સેવી પિતાના હાથે પિતાના વિનાશને નેતરનાર મારી શી દશા થશે ?
(શાર્દૂલવિક્રીડિત છંદ) શેષાં રન-વન-જમન--કરાવલિના, मुच्यन्ते तमसा निशा इव सिते पक्षे प्रजास्तत्क्षणात् । ताहक्षा अपि सन्ति केऽपि मुनयस्तेषां नमस्कुर्महे, संविग्ना वयमाऽऽत्मनिन्दनमिदं कुर्मः पुनर्वाधये ॥९॥
ઉપર વર્ણવ્યા મુજબ મારી તે સંયમમાં બહુ શિથિલ (વિપરીત) પ્રવૃત્તિ છે.
છતાં પોતાના ચરણકમલથી ભૂમિકલને પાવન કરનારા એવા પણ મહામુનિઓ છે, જેના દર્શન, વંદન, નમસ્કાર, ચરણસ્પર્શ તથા પ્રશંસાદિ કરવાથી શુક્લ પક્ષમાં થતી રાત્રિની નિર્મલતાની જેમ પ્રાણી માત્ર પાપથી મુક્ત થાય છે. .
તેવા ઉત્તમ મુનિઓને ભાવપૂર્વક હું વારંવાર નમસ્કાર કરું છું !!! અને સંવેગભાવની વૃદ્ધિપૂર્વક સંવિજ્ઞપાક્ષિક બની સમ્યકત્વની નિર્મલતા માટે આત્મનિંદા પણ કરું છું !!!