________________
કે ૨૮ ?
આત્મનિરીક્ષણ
આભારી શિથિલાચારની ઢાલ આડે આપણી કુવૃત્તિઓને પષવાની અક્ષમ્ય ભૂલ થાય છે ખરી ?
૯ અનંત જ્ઞાનીઓએ દીક્ષાની પ્રાપ્તિ અને પ્રભુ શાસનની સંધમારાધના અતિદુર્લભ જણાવી છે ! તે કયી રીતે?
આપણે દીક્ષા તે સહજમાં મેળવી લીધી છે! તે દુર્લભતા કયી રીતે ?
2 આહાર-વિહાર-વસ્ત્ર-પાત્રની શાસ્ત્રીય રીત જે હાલમાં વિસરાતી જાય છે તેને ધ્યાનમાં રાખીને કેટલી આચરણ થઈ રહી છે?
* સંયમ શુદ્ધિ માટે જરૂરી અજ્ઞાત આહાર પાણીની ગવેષણ અને અજ્ઞાત-વિહારની જરૂરીયાત સમજાય છે?
& શહેરે પરિચિત ગામ અને તીર્થ ધામમાં વધુ પડતા નિષ્કારણવાસની ટેવથી પંચાચાર અને સમિતિ ગુપ્તિના પાલનમાં શિથિલતા કે મલિનતા પ્રવેશે છે, એ વાત ધ્યાનમાં છે ખરી?
* પૂર્વપરિચિત ગૃહસ્થો કે સાંસારિક કુટુંબીઓને નિષ્કારણ પરિચય સંયમ શુદ્ધિમાં બાધક લાગે છે?
* સંયમ અને શાસ્ત્રસાપેક્ષ જીવન શુદ્ધિના ધોરણે વસ્ત્રાદિને સ્વીકારવાના બદલે રાગભાવ પષક વસ્ત્રાદિને પરિ. ગ્રહ ખૂચે છે ખરે ?
« જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સંયમ પોષક પ્રવૃત્તિઓ સિવાયની વિકથા-છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિઓ જીવનને વિઘાતક સમજાણું છે ?