________________
: ૧૭૦ :
સ્વાધ્યાય
પણ સ્વાધ્યાય નિરપેક્ષતા જેટલે અંશે હાય તેને દૂર કરવા આ સાપેક્ષ વચન છે.
આ જ વસ્તુ સાધુસામાચારી-વન પ્રસંગે શાસ્ત્રકારાએ વણુવી છે કે—દરેક સાધુ-સાધ્વીએ દીક્ષા લીધી ત્યારથી રાજ અઢી હજારના સ્વાધ્યાય કરવા, જે ભણેલ ન હેાય અગર શક્તિ ન હાય તેણે પણ પચીસ ખાંધી નવકારવાલી ગણીને શાસ્ત્રાજ્ઞાને નભાવવી પણ ગીતા આચાર્ય ભગવંતાએ વત્ત માન કાલ માટે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરી છે.
શિયાલામાં ૧૦૦૦ ગાથાના સ્વાધ્યાય.
ઉનાળામાં ૫૦૦ ગાથાના
ચામાસામાં ૭૦૦ ગાથાના
શક્તિસંપન્ન આત્માએ ઉપરની મર્યાદાને નભાવવા જરૂર ધ્યાન રાખવું જોઇએ.
""
""
છતી શક્તિએ જ્ઞાની ભગવતાની સ્વાધ્યાય સંબંધી મર્યાદાને ન સાચવનાર જ્ઞાનકુશીલમાં ખપે છે..
કરવી.
સ્વાધ્યાયના જ્ઞાની ભગવતાએ પાંચ પ્રકાર વર્ણવ્યા છે. વાચના—નવું ભણવું અગર ભણાવવું. પૃચ્છના—વિનીતભાવે શાસ્ત્ર સંબંધી જિજ્ઞાસાની તૃપ્તિ
પરાવર્ત્તના——ભળેલું યાદ કરી જવું, અગર મનનપૂર્વક શાસ્રવચનના પાઠ કરવા.
અનુપ્રેક્ષા——શાસ્રવચનેાનું એકાગ્રપણે મનન કરવું.