________________
ભાવનાસાધુના લક્ષણ
: ૧૩પ :
૫. શક્ય-અનુષ્ઠાન-પ્રારંભ–કેદખાનામાંથી છટકી જવા મથતા કેદીની મનોદશા કરતાં વધુ ઉત્સુકતા–લાગણીપૂર્વક યથાશક્ય શુભાનુષ્ઠાનના આસેવનામાં સંયમ-શરીરાદિની અનુકૂલતાપૂર્વક વધુ પ્રવૃત્તિ.
૬. ગુણાનુરાગ–ગુણવાન મહાપુરુષના ગુણેની હાર્દિક પ્રતિપત્તિપૂર્વકની અનમેદના સાથે પોતાનાં તેવા ગુણ પ્રગટ થવાની તમન્ના અને તેના માટે યથાયોગ્ય ઉચિત પ્રવૃત્તિ, તેમજ પિતાના અવગુણનું યથાર્થ ભાનપૂર્વક દૂર કરવા ઉત્કટ માનસિક મથામણ. - ૭. ગુરુ આજ્ઞાની પૂર્ણ આરાધના–વિષમ અરણ્યમાં ભૂલા પડેલ મુસાફરની ભેમિયા પરની શ્રદ્ધા કરતાં પણ વધુ ભાવયુક્ત સમ્યફશ્રદ્ધાપૂર્વક આત્મકલ્યાણના માર્ગના એકેક અંગની યથાર્થ આરાધના સદ્દગુરુદેવના ચરણમાં નિષ્કામ, આત્મસમપણ–ભાવપૂર્વક કરવી.
ઉપર મુજબના મુક્તિમાર્ગના યથાર્થ આસેવનમાં જરૂરી યેગ્યતા મેળવવા ઉપયોગી સાત બાબતે દરેક વિવેકી મુમુક્ષુ આત્માએ પહેલી તકે પ્રાપ્ત કરી સંયમાદિની આરાધનાનું યથાWફલ હસ્તગત કરી લેવું ઘટે.