________________
3 ભાવસાધુના લક્ષણ છે
મેક્ષમાર્ગની હિતાવહ સાધના કરવા ઈચ્છતા મુમુક્ષુએ કેવા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ તેનું નિરૂપણ ઉપકારી મહાપુરુષોએ ભાવસાધુતા મેળવવા પ્રાપ્ત કરવા લાયક લક્ષણના વર્ણનમાં સુંદર રીતે કર્યું છે તે વાંચી-વિચારી પોતાની વ્યક્તિગત ત્રુટિ-ક્ષતિના પરિમાર્જનપૂર્વક તેવી ગ્યતા પ્રાપ્ત કરવા પ્રત્યેક મુમુક્ષુએ ઉદ્યત થવું ઘટે.
કિરિયા મારગ અનુસારણ, શ્રદ્ધા પ્રવર અવિવાદ;
જુભાવે પન્નવાણિજતા કિરિયામાં હે અપ્રમાદસાહેબજી "નિજ શક્તિ સારુ કાજન, આરંભ ગુણ અનુરાગ; આરાધના ગુરુ આણુની, જેહથી લઈએ હે ભવજલ તાગ.
સાહેબજી! સાચી તારી વાણું. (ઉપા. યશોવિ. મ. કૃત ૩૫૦ ગાથા સ્તવન, ઢા. ૧૪, ગા. ર-૩)
૧. માર્ગાનુસારિણી કિયા–શાસનમાન્ય અવિચ્છિન્ન પરંપરાઓ અને પંચવિધ વ્યવહારને અનુકૂલ જિનેશ્વરપ્રભુએ પ્રરૂપેલ તમામ પ્રતિલેખનાદિ ક્રિયામાં આદરપૂર્વક પ્રવૃત્તિ. - ૨. ઉત્કૃષ્ટ શ્રદ્ધા–મૃતધર્મ અને ચારિત્રધર્મની દરેક બાબત પર માનસિક સંવેદનાપૂર્વક અવિહડ શ્રદ્ધા.
આ લક્ષણનું યથાર્થ સ્વરૂપ નીચેના ચાર પ્રકારેથી યથાર્થ રીતે ભાસે છે.
૧. વિધિસેવા–સ્વાદિષ્ટ ભજનના અભ્યાસીને આપકાલે વિરસ અન્નના ઉપયોગ વેળાએ પણ સ્વાદિષ્ટ પદાર્થ તરફ જે