________________
તેર ફિયાસ્થાને
: ૧૨૭ :
તેર કિયાસ્થાને જ્યાં સુધી આતમા આશ્રાની સમજણપૂર્વક કર્મબંધ રેકવા સંવરમાણે પ્રવર્તે નહિ ત્યાં સુધી વાસ્તવિક આરાધનાનું ફલ હસ્તગત થઈ શકતું નથી, માટે સંયમની આરાધના કરનારે જ્ઞાનાદિ રત્નત્રયની સાધના માટે અચૂક ઉપયોગની સાથે અનાદિકાલના અભ્યાસથી સાહજિક વિપરીત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નીચેના તેર કિયાસ્થાને ધ્યાનમાં રાખવા ઘટે.
૧. અર્થક્રિયાપદ્ગલિક પદાર્થોની જરૂરીયાત પૂર્ણ કરવા કરાતી આરંભાદિ ક્રિયા.
૨. અનWક્રિયા–લાલસા ખાતર, અગર પ્રયેાજન વગર અજ્ઞાનાદિથી કરાતી આરંભાદિ ક્રિયા.
૩. હિંસક્રિયા–આગળ-પાછળના વૈરભાવથી કરાતી ક્રિયા.
૪. અકસ્માતકિયા–એક અશુભાચરણ કરતાં સહસા જાણ બહાર બીજું અશુભાચરણ થઈ જાય, જેમકે એકને મારવા જતાં વચમાં બીજો અડફેટમાં આવી જાય.
૫. દષ્ટિવિપર્યાસકિયા–મિત્રને અગર અને મિત્ર માની રાગદ્વેષાદિની થતી પ્રવૃત્તિ.
૬. મૃષાકિયા–ક્ષણિક-તુચ્છ પગલિક લાભ ખાતર અસત્ય બોલવું.
૭. અદત્તાદાન ક્રિયા–મમતાથી સંમતિ વિના બીજાની ચીજ લેવી.