________________
દ્વિતીયાવૃત્તિન' સંક્ષિપ્ત સપાદકીય વ્યક્તવ્ય
જુગ જુની શ્રમણાની ત્યાગ-તપ અને સંયમની અપૂર્વ તેજછાયાને ઓળખાવનાર મૌલિક પદાર્થોના વિવેચન રૂપ ‘મુક્તિના પંથે’ નામનું આ પુસ્તક ટૂંક સમયમાં પ્રથમાવૃત્તિ સમાપ્ત થવાથી અધિકારી મુમુક્ષુ પુણ્યાત્માઓની વારંવાર માંગણી હાઈ ઘટતા સુધારા વધારા સાથે શ્રમણસ ધની સેવામાં રજી કરવાનું સૌભાગ્ય દેવગુરુ કૃપાએ પ્રાપ્ત થયું છે.
પ્રસ્તુત પુસ્તક સૌંયમની સાધના અને વૈરાગ્યના લરૂપ તત્ત્વજ્ઞાનની ખીલવણી માટે જરૂરી શાસ્ત્રીય અનેક પદાર્થોના સંગ્રહ સ્વરૂપ છે.
ગુરુગમ અને વિવેકબુદ્ધિપૂર્વક પ્રસ્તુત પુસ્તકના પદાર્થો અને તાત્ત્વિક મર્યાદા સૂચક લખાણને હૃદયંગમ કરી યથાયેાગ્ય રીતે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવેા હિતાવહ છે.
આરાધક પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદ્દનુકૂલ યથાશક્ય પ્રયત્ન કરવાની તમન્ના સદ્ગુરુના ચરણેામાં વિનીતભાવે એસી મેળવવી ઘટે.
પર'તુ સદ્ગુરુના ચરણામાં અહું-મમના સંસ્કારીના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી.