________________
ગોચરીના દે
: ૧૦૩ : ભક્તપાન સયાજના–વિશિષ્ટ રસના આસ્વાદની લાલસાએ અનુકૂલ રસનું પાતરામાં કે મુખમાં યાચિત મિશ્રણ કરવું.
૨. પ્રમાણુતિરિક્તતા દેશ पमाणं बत्तीसं किर कवले आहारो कुच्छीपू-गो भणिओ ॥
| (શ્રી મહાનિશીથ સૂત્ર ) પુરુષને બત્રીશ અને સ્ત્રીને અઠાવીશ કેળિયાને આહાર વિશેષજ્ઞોએ પ્રમાણિત કર્યો છે, અગર તે જેટલાથી ઉદરવિકાર થવા ન પામે અને ક્ષુધાની સહજ શાન્તિ થઈ જાય એટલે આહાર પ્રમાણયુક્ત કહેવાય. લાલસાથી પ્રમાણ ઉપરાંત આહાર વાપરવાની વૃત્તિ આ દેષ ઉપજાવે છે.
૩. અંગારદેષ रागेण सइंगालं ॥
(શ્રી મહાનિશીથસૂત્ર) સુંદર વર્ણાદિવાળી સ્વાદપૂર્ણ વસ્તુ કે તેના દાતાની પ્રશંસાઅનુમદનાપૂર્વક વાપરવું. છે આ દેશવડે આત્માએ મહાપ્રયને ઉપજેલ સંયમરૂપ ચંદન-કાષ્ટ રાગરૂપ અગ્નિથી બળીને અંગારસ્વરૂપ નિસાર બની જાય છે.
૪. ધૂમ્રદેશ दोसेण सधूमगंति नायव्वं ॥ .
(શ્રી મહાનિશીથસૂત્ર)