________________
: ૮૨ :
શ્રમણ ધર્મ કે ?
૧. શુદ્ધ વસતિ આદિની જયણાસ્ત્રી , નપુસક, પશુવાળા સ્થાને રહેવું, બેસવું કે ભીંત આંતરેથી તેવાઓને અનુભવાતે સહવાસ-આ બધાને ત્યાગ કરે.
૨. રાગમય કથાને ત્યાગ–કામવિકારને વધારનારી સ્ત્રી સંબંધી વિષયવાસનાને ઉત્તેજક કથા-વાત સરખી પણ ન કરવી.
૩. પૂર્વાનુભૂતમ્મરણ ત્યાગ–કામ-વાસનાદિની આભિમાનિક તૃપ્તિ અર્થે પૂર્વે આવેલ સુરત-મૈથુનાદિ સંબંધી ચેષ્ટાએનું સ્મરણ પણ ન કરવું.
૪. સ્ત્રીને અંગોપાંગ જેવાને તથા શરીર વિભૂષાને ત્યાગ–રાગમય દષ્ટિથી કામવાસનાને તૃપ્ત કરવાના ઈરાદે સ્ત્રીના સુરમ્ય અંગોપાંગ ધારીને જેવાં નહિં, તેમજ સારા દેખાવડા લાગવાના મેહમાં શરીરની સાફસૂફી- ટાપટીપ આદિ વિભૂષા કરવી નહિં.
૫. પૌષ્ટિક તથા માત્રાધિક આહારનો ત્યાગ–ઇન્દ્રિયના વિકારને પોષક સ્વાદિષ્ટ ઉત્તેજક પદાર્થોને ત્યાગ કરે તથા શરીરના નભાવ થવા ઉપરાંત સ્વાદાદિની દષ્ટિએ વધુ પ્રમાણમાં આહાર ન કરે.
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના स्पर्शे रसे च गंधे च रूपे शब्दे च हारिणि । पंचस्वितीन्द्रियार्थेषु गाढं गाय॑स्य वजनम् ॥ एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । आकिंचन्यव्रतस्यैवं, भावनाः पंच कीर्तिताः॥
( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, શ્લે ૩૨-૩૩)