SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું ગણકાર્યરહિત ભૂતકાળ ( Non-conjugational Past Tense ) પક્ષ ભૂતકાળ (હિ) ( Perfect Tense ) ૨૫૬ પાછલાં ધાતુવિષયક પ્રકરણોમાં ગણકાર્યવાળા ધાતુઓ જ આપણે લીધા હતા. તે ધાતુનાં વર્તમાન, અનદ્યતન, આજ્ઞાર્થ, અને વિધ્યર્થનાં રૂપ આપણે કર્યાં હતાં. હવે પછી આપણે ગણકાર્યરહિત કાળનાં રૂપ લઈશું. પરાક્ષ ભૂતકાળ એ એક જાતનો ભૂતકાળ છે, પણ તે બહુ પહેલાંના વખતમાં ક્રિયા બની હોય તે જ વપરાય છે, અગર તે તેનો ઉપયોગ કરનાર (બોલનાર ) માણસે તે ક્રિયાને થતી જોઈ ન હોય તે વપરાય છે. ઘણું કરીને આ કાળ બહુ પહેલાંના વખતનાં વૃત્તાન્તો કહેવાને વપરાય છે. સામાન્ય રીતે તે ત્રીજા પુરુષમાં આવે છે. પ્રથમ પુરુષમાં પણ તે આવી શકે છે, પણ જો પ્રથમ પુરુષમાં તેને ઉપયોગ થયો હોય તો જાણવું કે બોલનાર માણસ ગાંડે અગર બેભાન અવસ્થામાં છે, અગર તે અમુક વસ્તુનો નિષેધ કરવા અગર છુપાવવા માગે છે. ૨૫૭ આ કાળમાં ત્રીજા ગણની માફક ધાતુને બેવડવો પડે છે, અને પછી તેને પ્રત્યય લગાડવામાં આવે છે. તેને બેવડવા માટે પાછળ જે સામાન્ય નિયમો આપ્યા છે (જુઓ ત્રીજા ગણમાં) તેને અનુસરવું. ખાસ નિયમો અહીં તે-તે ધાતુનાં રૂપે કરતી વખતે આપવામાં આવશે.
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy