________________
ઉપધાન સંબંધી વિશેષ હકીક્ત.
(
૯ )
મહાન્ ક્રિયા ઊજવળ રહ્યા કરે તેવી પ્રવૃત્તિ કરવી. પાપકાર્યથી નિરંતર પાછા હઠવું. સમકિતમાં તો પ્રાણુતે પણ દૂષણ ન લગાડવું. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની દઢ શ્રદ્ધા રાખવી.
ઉપધાન સંબંધી વિશેષ હકીકત, આ હકીકત ઉપધાનવાહકે ખાસ ધ્યાનમાં રાખવા લાયક હોવાથી જુદી જુદી વિધિઓની પ્રતોમાંથી તેમ જ સેનપ્રશ્નાદિકમાંથી ગ્રહણ કરીને લખવામાં આવી છે. ૧ જે જે સૂત્રોને માટે ઉપધાન વહન કરવામાં આવે છે તેને
ઉદ્દેશ ઉપધાન વહેતાં કરવામાં આવે છે, અને સમુદ્રેશ તથા અનુજ્ઞા બધા સૂત્રની ભેળી માળાપરિબાપન વખતે કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશ એટલે સ્વાર્થ ગ્રહણ કરવાની
ગ્યતા, સમુદ્દેશ એટલે તેનું જ વિશેષપણું, અને અનુજ્ઞા એટલે તે તે સૂત્રો પઠન-પાઠન કરવાની આજ્ઞા
એમ સમજવું. ૨ દેવવંદનનાં સૂત્રે, કે જેના ઉપધાન વહન કરવામાં આવે
છે; તે સિવાયના બીજા સામાયિકાદિ આવશ્યકનાં સૂત્રો માટે ઉપધાન વહન કરવાનું ફરમાન નથી. તદુપરાંત ચઉસરણાદિ ચાર પન્ના અને દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન ભણવાની શ્રાવકને છૂટ છે. તેને માટે ત્રણ ત્રણ આયંબિલ કરીને વાચના લેવાને વિધિ છે, તે ગુરુગમથી જાણું લે. ૩ ઉપધાન વહન કર્યા અગાઉ નવકારાદિ ભણવા-ભણાવવામાં
આવે છે તે છતવ્યવહાર તથા સંપ્રદાયથી થાય છે, પરંતુ