________________
પ્રસ્તાવના.
આજકાલ આ જડવાદના જમાનામાં ધાર્મિક ક્રિયા તરફ લેકની અભિરૂચિ ઓછી થતી જાય છે. દ્રવ્યપાન, મેજશોખ, આરંભસમારંભ, અને લાડી, વાડી તથા ગાડીની ગડમથલમાં જ ઘણુ મનુષ્યો પિતાનું કિંમતી આયુષ્ય ખતમ કરે છે. તેઓ મરણ સમયે પશ્ચાત્તાપ કરે છે કે, “અરેરે ! કાંઈ આત્મશ્રેય ન કર્યું.' આ પશ્ચાત્તાપ ન કર પડે, માટે દરેક મનુષ્ય હંમેશાં બની શકે તેટલે સમય ધર્મક્રિયા અને ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળ જોઈએ. ભવ્યાત્માઓએ સમજવું જોઈએ કે, ધર્મ વિના મેક્ષ નથી. દશ દષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યભવ મળ્યો છે, વીતરાગ જિનેન્દ્ર દેવ મળ્યા છે, નિર્ગથ અને નિઃસ્પૃહી એવા ગુરુમહારાજને યોગ પ્રાપ્ત થયો છે અને ઉત્તમોત્તમ જૈન ધર્મ પામ્યા છે, દેહ ક્ષણભંગુર છે, આયુષ્ય અલ્પ છે, માટે દરેક મનુષ્ય ધાર્મિક ક્રિયા તરફ ચિ રાખી અને તે મુજબ વર્તનમાં મૂકી આત્મશ્રેય સાધવું જોઈએ.
કેટલાક શુષ્ક જ્ઞાનીઓ કહે છે કે, ધાર્મિક ક્રિયા અને તપસ્યા કાયાને કષ્ટ આપનારી છે. ખરી રીતે તેની જરૂર નથી. આત્માના શુભ ભાવ રાખો એટલે બસ! ભાવ વગરની ધાર્મિક ક્રિયા નકામી છે, પરંતુ ધાર્મિક ક્રિયા ન કરીએ અને તપસ્યા ન આચરીએ, ફક્ત સારા ભાવ રાખીએ તે સગતિ મળે છે, કર્મ ક્ષય થાય છે અને મોક્ષપ્રાપ્તિ થાય છે. આવા ભોળા માણસોને ભરમાવનારા અને વ્યવહારને લેપનારા ભાઈઓને જણાવવાનું કે-ભાવ એ મુખ્ય છે, એ તમારું માનવું અને કહેવું બરાબર છે; પરંતુ દ્રવ્ય એ ભાવનું કારણ છે. કારણ વિના કાર્ય ન નીપજે. તપસ્યા ન કરીએ અને ધાર્મિક ક્રિયામાં પ્રવૃત્તિ ન રાખીએ તે શુભ ભાવ પ્રગટવો મુશ્કેલ છે. ખાનપાન અને મેજશખમાં મશગૂલ રહીએ તે ઇન્દ્રિો બેકાબૂ રહે, ઉન્મત્ત ઇન્દ્રિયે હેય તે શુભ ભાવ અને