________________
( ૧૮ )
ઉપધાન વિધિ.
ધાન પંચમંગલ મહામૃતસ્કંધ આરાધનાથે કાઉલ્સગ કરું? ઇચ્છ, કરેમિ કાઉસ્સગ વંદણુવત્તિયાએ કહી ૧૦૦ લેગસ–ચંદેસુ નિમેલયા સુધીનું કાઉરસગ એકાગ્ર ચિત્તે, સ્થિરપણે અને મોનપણે કરવો. કાઉરસગના દેષ ટાળવાર–લાગવા ન દેવા. કાઉસગ્ગ પૂર્ણ થયે નમો અરિહંતાણું કહી પારીને પ્રગટ લેગસ્સ કહેવો.
ખમાસમણ વિધિ. ખમાસમણ સો દેવાં. તેના પ્રારંભમાં “પ્રથમ ઉપધાન શ્રી પંચમંગલ મહાકુતસ્કંધાય નમોનમઃ” કહી ખમાસમણને આખે શુદ્ધ ઉચાર કરી સંડાસા બરાબર પડિલેહી ખમાસમણ દેવું. તેમાં પાંચ અંગ-બે હાથ, બે ઢીંચણ ને મસ્તક ભૂમિને લગાડવાં. કેઈ અંગ અદ્ધર રાખીને ખમાસમણ ન દેવું, બેઠા બેઠા પણ ખમાસમણ ન દેવાં, પિતાની છતી શક્તિ ન ગવવી, શક્તિ ન હોય તે ગુરુમહારાજ પાસેથી છૂટ માગી લઈને બેઠા બેઠા દેવા અથવા જેટલા બની શકે તેટલા ઊભા થઈને દેવા.
સઝાય-ધ્યાન વિધિ. ૨૦ નવકારવાળીને બદલે અથવા તેમાંથી જેટલું બને તેટલે જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરને પાઠ કરે, તેની - ૧ ઉપધાન બદલાય ત્યારે નામ બદલવું. પાંત્રીશા, અઠ્ઠાવીશાવાળાએ ઉપર લખી ગયા છીએ તે પ્રમાણે પિતાના ઉપધાનનું નામ લેવું.
૨ કાઉસગ્ગના દેષ સંબધી હકીકત અગાઉ જણાવી છે ત્યાંથી જોઈ લેવી.
8 ઉપધાન બદલાયે નામ બદલવું.