________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
તથા ગુજરાતી શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણ,સેળ ઉપવાસ, તથા અઠ્ઠાઈ વિગેરે તપસ્યા સારા પ્રમાણમાં કરી. વળી પયુંષણ પ્રસંગે તપસ્વી શ્રીયુત શેઠ ઉમેદમલે મા ખમણની તપસ્યા કરી, તે નિમિત્તે તેમના તરફથી ૧૬ દિવસ સુધી ઠાઠમાઠથી આંગી રચાવવામાં આવી, તથા હંમેશાં જુદી જુદી પૂજા ભણાવી પ્રભાવના કરવામાં આવી હતી. પર્યુષણને વરઘોડે ઠાઠમાઠથી ચડયો. ચતુર્માસ પૂર્ણ થતાં ભાવનગરવાળા ભાવસાર, જીવણભાઈ રામજી માસ્તરને ઘેર ચેમાસું બદલ્યું. ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાહન તરફથી કારતક વદિમાં કાળુરામજી કાંકરીયાના નેરામાં ઉપધાન બેઠા, તેમાં મુમુક્ષુ ઘણું શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ પ્રવેશ કર્યો, તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો. તેમના તરફથી તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ. ઉપધાનની માળ નિમિત્તે પિષ માસમાં ધામધૂમથી વરઘેડા નીકળ્યો. અને પંન્યાસજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓએ તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને ઉપધાનની માળ પહેરી.
આ અરસામાં ઉદયાબહેન તથા શેઠ શંકરલાલ મુણેત તરફથી પાલીતાણથી ચાર ભવ્ય પ્રતિમાજી લાવવામાં આવ્યા હતા. પંન્યાસજી મહારાજના શુભ હસ્તે એ મનહર ચારે પ્રતિમાજીને પાવરના દેરાસરજીમાં ધામધૂમથી તખ્તનશીન કરવામાં આવ્યા, અને તે નિમિત્તે વિધિ-વિધાનપૂર્વક અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું. ' , ત્યાર બાદ શેઠ શંકરલાલ મુણે તે પોતાને બંગલે પધારવા આગ્રહભરી વિનતિ કરવાથી પંન્યાસજી મહારાજ પિતાના શિષ્ય